મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના વાયરસ ને લઈને અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ સતર્ક થયું છે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્ય ચકાસણીના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મોડાસા શહેરમાં લોકડાઉનની અમલવારી માટે સતત ખડેપગે રહેતા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના કર્મચારીઓના આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.પોલીસ કર્મીઓની અન્ય બીમારીઓ અંગે પણ માહિતી મેળવી હતી 

હાલ અરવલ્લી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી ત્યારે તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૦ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામ નેગેટીવ આવતા આરોગ્ય વિભાગ હાલ રાહતનો શ્વાસ લઇ રહ્યું છે જેને લઇને આરોગ્ય વિભાગ તકેદારીના ભાગરૂપે સરકારી કચેરીઓના અધિકારીઓ અને આરોગ્યલક્ષી ચકાસણી કરવાના કાર્યક્રમો આયોજિત કરે છે.  મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પોલીસ કર્મીઓનું આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મચારીઓની થર્મલ સ્કેનિંગ મશીન દ્વારા ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું આ સાથે જ તેઓને થતી તકલીફ વિશે વિશે પણ આરોગ્ય વિભાગે જાણકારી મેળવીને યોગ્ય સારવાર માટે સલાહ તેમ જ દવાઓ આપી હતી.