મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં ઘરફોડ ચોરી અને તસ્કર ટોળકી સક્રીય થતા સતત ચોરીના બનાવો બની રહ્યા છે મોડાસા શહેરમાં બંધ મકાન સલામત રહેતું ન હોવાની બૂમો ઉઠી રહી છે છેલ્લા દસ દિવસમાં શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેણાંક મકાનોને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરીની ઘટનાઓ બનતા મોડાસા ટાઉન અને રૂરલ  પોલીસનાનાઈટ પેટ્રોલીંગ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ટાઉન પોલીસે શહેરના છેવાડાની સોસાયટીઓ અને અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી ટાઉન પીઆઈ અને અન્ય પોલીસ અધિકારીઓના મોબાઇલ નંબર આપી સોસાયટીના પ્રમુખ અને અગ્રણીઓંને કોઈ પણ પ્રકારની મદદ માટે ફોન કરી પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું લોકોએ પોલીસતંત્રની કામગીરીને આવકારી હતી.
 
મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં પી.આઈ.સી.પી વાઘેલા અને રૂરલ પી.આઈ.એસ.એન પટેલે મોડાસા શહેરમાં ઘરફોડ ચોરીને અટકાવવા મંગળવારે સાંજના સુમારે શહેરની છેવાડાની સોસાયટીના પ્રમુખ અને શહેરના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી જેમાં પોલીસ અધિકારીઓએ શહેરીજનોના સહકારથી ઘરફોડ ચોરી અટકાવવા સૂચન કર્યા હતા અને સોસાયટીમાં સીસીટીવી કેમેરાનું મેન્ટેનન્સ જાળવવા અને ઘરફોડ ચોરીની ઘટના અટકે તે માટે કયા કયા પ્રકારની તકેદારી રાખવી તેનું માર્ગદર્શન આપ્યું હતું શહેરીજનોએ છેવાડાના વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવવા અને પોલીસ પોઇન્ટ મુકવામાં આવે તેવી રજુઆત કરી હતી.