મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ચૂંટણીની કામગીરીમાં માલપુર તાલુકામાં મુકાયેલ શીક્ષક દંપતી અને તેમની સાથે રહેલા શિક્ષીકા કાર લઇ માલપુર નીકળ્યા હતા ત્યારે સાકરીયા નજીક દિવ્યાંગ મોપેડ ચાલક રોડ પર અચાનક વચ્ચે આવી જતા શિક્ષકે દિવ્યાંગ મોપેડ ચાલકને બચાવવા બ્રેક મારતા કાર રોડ પર ઘસડાઈ ડિવાઈડર તોડી સાકરીયા હનુમાન મંદિરના હોર્ડિંગ્સ સાથે ધડાકાભેર અથડાઈ અટકી ગઈ હતી સદનસીબે કારમાં સવાર શિક્ષકો અને દિવ્યાંગ મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો અકસ્માત સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

માલપુર તાલુકામાં પ્રાથમીક શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમની શિક્ષીકા પત્ની રાજેશ્વરી બેન પટેલ અને અન્ય એક સબંધી શિક્ષિકા મહિલા સાથે કારમાં મોડાસા થી માલપુર ચૂંટણીલક્ષી કામગીરી માટે નીકળ્યા હતા સાકરીયા નજીક સુપ્રસિદ્ધ હનુમાન દાદાના મંદિર જવાના વળાંકમાં અચાનક રોડ પર એક દિવ્યાંગ મોપેડ ચાલક આવી જતા રાજેશભાઈએ સમયસૂચકતા વાપરી કારને બ્રેક મારતા કાર મોપેડ સાથે અથડાઈ ડિવાઈડર કુદાવી મંદિરના લગાવેલ હોર્ડિગ્સ સાથે ધડાકાભેર ભટકતા કારની આગળના ભાગે ભારે નુકશાન પહોંચ્યું હતું સદનસીબે કાર ચાલક શિક્ષકે કારની બ્રેક મારતા ગમખ્વાર અકસ્માત સર્જાતા સહેજ માટે રહી ગયો હતો દિવ્યાંગ મોપેડ ચાલકનો આબાદ બચાવ થયો હતો કારમાં સવાર રાજેશ્વરી બહેનના પગના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા મોડાસા રૂરલ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અકસ્માતના પગલે સર્જાયેલ ટ્રાફિકજામ પૂર્વરત કરાવ્યો હતો.