મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર દેશ મા તથા ગુજરાત રાજ્ય માં કોરોના વાઇરસના કેસો દિન પ્રતિ દિન વધી રહ્યા હતા. અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર સરકારે આપેલા લોકડાઉનની અમલવારી માટે ખડેપગે દિવસ-રાત કામ કરી રહ્યું છે મોડાસા ચાર રસ્તાએ આવેલ સ્ટેટ બેંક આગળ તેમજ અન્ય કેટલીય બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતો ન હોવાની બૂમો ઉઠી હતી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે મોડાસા ચાર રસ્તા સ્ટેટ બેંક ,એક્સિસ બેંક અને ધનસુરા ખાતે આવેલ બેંક ઓફ બરોડાની મુલાકાત લઈ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા બેંક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને બેંકની કામગીરી અર્થે આવતા ગ્રાહકોમાં ચુસ્તપણે સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેવી સુવિધા ઉભી કરવા તાકીદ કરી હતી.

અરવલ્લી જીલ્લા પોલીસવડા મયુર પાટીલે જણાવ્યું હતું કે, જીલ્લામાં આવેલી બેંક શાખાઓમાં સોશ્યલ ડીસ્ટન્સનો અભાવ જોવા મળતો હોવાથી વિવિધ બેંકની મુલાકાત લીધી હતી મોડાસા શહેરની ચાર રસ્તા નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની અધિકારી સાથે ચર્ચા કરી બેંકમાં કામકાજ અર્થે આવતા ગ્રાહકોમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તે માટે જરૂરી સૂચના આપી બેંકની બહાર દોરેલ સોશલ્ય ડિસ્ટન્સ માટેના સર્કલ કલરથી દોરવા જેથી ભૂંસાય નહિ અને બેંકમાં ફરજ બજાવતા ચોકીદાર પણ ગ્રાહકોમાં સોશ્યલ ડિસ્ટન્સની અમલવારી કરાવે તેમજ પોલીસકર્મીઓની પણ સોશલ્ય ડિસ્ટન્સ જાળવવા મદદ લઇ શકે છે. બેંકમાં કામકાજ અર્થે આવતા ગ્રાહકોમાં સોશલ્ય ડિસ્ટન્સ જાળવવામાં આવેની તાકીદ કરી હોવાનું જણાવ્યું હતું.