મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા-શામળાજી રોડ પર પડેલા ખાડાઓને લીધે વાહનચાલકો સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા પલટી ખાવાની ઘટનાઓ સતત બની રહી છે. આવી જ વધુ એક ઘટના બની હતી જેમાં રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા મરડીયા નજીક ત્રણ-ચાર પલ્ટી ખાઈ રોગ સાઈડ પહોંચી ઉંધા માથે પછડાઈ હતી. સદનીસબે કારમાં સવાર ત્રણ લોકોનો આબાદ બચાવ થતા અક્સ્માતના પગલે દોડી આવેલા લોકોના મુખ માંથી રામ રાખે તેને કોણ ચાખેના શબ્દો સરી પડ્યા હતા. 

મરડીયા પાટીયા થી ટીંટોઈ રોડ પર પસાર થઇ રહેલી કારના ચાલકે અગમ્ય કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ધડાકાભેર પલ્ટી માર્યા પછી સતત ત્રણ ચાર પલ્ટી ખાઈ રોગ સાઈડ ધડામ સાથે ઉંધા માથે રોડ પર પટકાઈ હતી. અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુમાંથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા કારમાંથી ત્રણ લોકો સહીસલામત નીકળતા અકસ્માતના પગલે દોડી આવેલા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.