મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ દિલ્હીથી મુંબઈને જોડતો શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા પડી જતા હાલ સમારકામ ચાલતું હોય ઠેરઠેર આડેધડ ડાયર્વઝન આપ્યા છે હાઈવે પર પડેલા ખાડાઓ લઈ વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે હાઈવેનો ખાનગી કોન્ટ્રાક ધરાવતી કંપની અને જવાબદાર તંત્ર પાપે છેલ્લા કેટલાય દિવસથી રોડ ઉપર પડેલ ખાડા ને લઇને વાહન ચાલકો થાપ ખાઈ જતાં સ્ટેરીગ ઉપર કાબુ ગુમાવતા અકસ્માતોમાં વધારો થયો છે. તો કેટલાય લોકો ના હાથ પગ ભાગવાનો વારો આવ્યો છે.

શનિવારે રાત્રે જીવણપુર ગામ નજીક રોડ પર પડેલા ખાડાઓના લીધે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર હવામાં ફંગોળાઈ ડિવાઈડર કુદી હોટલ આગળ ખાબકતાં ભારે અફડાતફડી મચી હતી હાઈવે પર વારંવાર થતા અકસ્માતના પગલે લોકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. લોકોએ હાઈવે પર ચક્કાજામ કરતાં હાઈવે પર વાહનોંની લંબી કતારો જામી હતી પોલીસતંત્ર તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી લોકો સાથે સમજવાટ કરી હાઈવે ખુલ્લો કરવામાં આવતા ટ્રાફિક પુર્વરત થયો હતો સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

શામળાજીથી મોડાસા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં ન આવતા ડિસ્કો રોડથી તોબા પોકારી ઉઠ્યા છે પ્રથમ વરસાદમાં જ શામળાજીથી મોડાસા સુધીનો હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ટોલટેક્સ ખંખેરતી ખાનગી કંપની સામે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. મોડાસા-શામળાજી હાઈવે રોડ ઉપર મોટા વાહનો બેફામ રીતે હંકારતા નિર્દોષ લોકોને અસ્કમાતમાં જીવ ગુમાવવો પડે છે.

રોડ પર પડેલા ખાડાઓ અને ખાડાઓનું સમારકામ કરવા અપાયેલ ડાયર્વઝન લઈ અસ્કમાતનું પ્રમાણ વધી ગયું છે. થોડી દિવસ પહેલા પણ ગાજણ કંપા નજીક લોકોર હાઈવે ચક્કાજામ કર્યો હતો ત્યારે શનિવારે રાત્રે હાઈવે પર પડેલા ખાડાઓના પગલે કાર પલ્ટી જતા લોકોએ જીવણપૂર ગામ નજીક સમારકામ ઝડપથી પૂર્ણ કરવામાં આવેની માંગ સાથે લોકોએ ચક્કાજામ કરતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કર્યો હતો. ગામ લોકોને સમજાવી ટ્રાફિક હળવો કરાતા વાહનોની અવર-જવર શરૂ થઈ હતી. કલાકો સુધી હાઈવે ચક્કાજામ થતાં વાહન ચાલકો કંટાળી ગયા હતા. આમ જીવણપુર પાસે હાઈવે ચક્કાજામ કરાતાં મોટીસંખ્યામાં ગ્રામજનો હાઈવે રોડ ઉપર ઉમટી પડયા હતા.