મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જિલ્લામાં મોડાસા એસટી ડેપોમાં હઠીપુરાથી મરડીયા ભણવા હતા બાળકોને શાળા સમયે જવા માટે સવારની પૂરતી બસ સેવા નહિ મળતા મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા અનેકવાર મૌખિક લેખિત રજૂઆતો કરવા છતાં બાળકોને માટે આ માગણી નહિ સંતોષાતા આજરોજ હઠીપુરા ગામે ધરોલાથી આવતી અને મોડાસા જતી બસને રોકીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

આ બસ આગળથી ભરેલી જ આવતી હોઈ હઠીપુરા ગામના વિધાર્થીઓ રોઝ રઝળી પડે છે અને પાસ હોવા છતાં ખાનગી વાહનોમાં શાળાએ જવું પડે છે અથવા શાળાએ જઈ શકતાં ન હોઈ  અભ્યાસ બગડે છે.

ગામના કાર્યકર અરવિંદભાઈએ જણાવ્યું કે, અગાઉ આ બસ અહીં સુધી જ આવતી હતી પણ જ્યારથી આ  બસને આગળ.લંબાવી છે ત્યારથી આ સમસ્યા ઊભી થઈ છે.જેના વિકલ્પે મોતીપુરા સુધી આવતી બસને હઠીપુરા લંબાવવા માટે ડેપો મેનેજરને અનેકવાર રજૂઆત કરવા છતાં ઉપરથી મજૂરી આવી નથી, એવા કારણો બતાવીને આ મૂળ પ્રશ્ન ઉપર ઠંડુ પાણી રેડી દેવામાં આવે છે. આ પ્રશ્ને ઘટતું કરી હઠીપુરા ગામના છાત્રો માટે મોતીપુરા આવતી બસ હઠીપુરા સુધી લં બાવવામાં આવે તેવી ઉગ્ર માંગ સંતોષવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.આમછતાં આંખઆડા કાન થશે તો ન છૂટકે ઉગ્ર આંદોલન કરવા મજબૂર થવું પડશે તેવો સુર ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા છે.