મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં ઉત્તર ગુજરાત એ સહકારી ક્ષેત્રનો ગઢ ગણવામાં આવે છે. સહકારી ક્ષેત્રની પકડ અરવલ્લી જિલ્લામાં વધારે જોવા મળે છે. મોડાસા શહેરની સહકારી ક્ષેત્રમાં આગવું મહત્વ ધરાવતી અને લઘુમતી સમાજની નાણાકીય સંસ્થા એવી ધી સર્વોદય સહકારી બેંકની ૫ વર્ષની મુદત પૂરી થતા રવિવારે ઈવીએમથી મશીનથી ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચેરમેન ઇકબાલ હુસેન ઇપ્રોલીયાનો દબદબો યથાવત જોવા મળ્યો હતો. ૧૪ ઉમેદવારોનો ભવ્ય વીજય થતા ચેરમેનના સમર્થકોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો ચેરમેન ઇકબાલ ઇપ્રોલીયા અને તેમની પેનલને શહેરીજનોએ અભીનંદન પાઠવ્યા હતા. 

          મોડાસા શહેરની અગ્રણી સહકારી સંસ્થા ધી સર્વોદય સહકારી બેંકની રવિવારે મખદૂમ હાઈસ્કૂલમાં યોજાયેલ ચૂંટણીમાં ચેરમેન ઇકબાલ હુસેન ઇપ્રોલીયા અને તેમની પેનલ પર સભાસદોએ વધુ એકવાર ભરોશો મુક્યો હતો અને તેમની પેનલનો ૪૧૫ મતે ભવ્ય વિજય થતા શહેરના અગ્રણીઓ અને સભાસદોએ અભિનંદન પાઠવ્યા હતા ચૂંટણીના પગલે ચૂંટણી સ્થળે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.