મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા રૂરલ પીએસઆઈ પી.ડી.રાઠોડને ચોરીની ફરિયાદ દાખલ કરવામાં બેદરકારી દાખવવા બદલ જીલ્લા પોલીસવડા સંજય ખરાતે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાના ગણતરીના કલાકોમાં વધુ એક રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ઇન્દ્રપાલસિંહ સૂર્યવંશીને વાહનચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવતો વિડીયો ઉતારી જાગૃત નાગરિકે ઉતારી જીલ્લા પોલીસવડાને મોકલી આપવામાં આવતા કોન્સ્ટબલની વાહનચાલકો સામે દાદાગીરી કરતો હોવાની સાથે પાવતી વગર રૂપિયા ઉઘરાવતો હોવાનું ધ્યાને આવતા જીલ્લા પોલીસવડા સંજય ખરાતે તાબડતોડ સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસબેડામાં ખળભળાટ મચ્યો છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્રમાં ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા અને બુટલેગરો સાથે ભાઈબંધી ધરાવતા તેમજ ફરજમાં બેદરકારી દાખવનાર ૨ પીઆઈ,બે પીએસઆઈ અને ૯ જેટલા પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવા છતાં હજુ પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સુધારવા માંગતા ન હોય તેમ સતત નોકરીથી હાથધોઈ રહ્યા છે.


 

 

 

 

 

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો ઇન્દ્રપાલસિંહ દિલીપસિંહ સૂર્યવંશી નામનો કોન્સ્ટેબલ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ખાનગી પેસેન્જર વાહનચાલકો, અને અન્ય વાહનચાલકો પાસેથી ટ્રાફિકના નિયમોની અમલવારીના નામે રૂપિયા ઉઘરાવતો હોવાની વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા મોડાસા-શામળાજી રોડ પર ખ ઇન્દ્રપાલસિંહ સૂર્યવંશી નામનો પોલીસ કોન્સ્ટેબલ કોઈપણ જાતની રસીદ બનાવ્યા વગર ભાર વાહક અને ખાનગી પેસેન્જર વાહનચાલકો પાસેથી મનફાવે તેમ ૨૦૦ થી ૫૦૦ સુધી પડાવવામાં આવતા હોવાથી જેથી ભ્રષ્ટાચાર ઉજાગર કરવા અને ભ્રષ્ટાચારી કોન્સ્ટેબલની શાન ઠેકાણે લાવવા શામળાજીના જાગૃત નાગરિકે ઇન્દ્રપાલસિંહ વાહનચાલકો પાસેથી પૈસા ઉઘરાવતો વિડિયો ઉતારી સીધો જ જીલ્લા પોલીસવડા સંજય ખરાતને વિડીયો સુપ્રત કરતા જીલ્લા પોલીસવડાએ તાત્કાલિક અસરથી ભ્રષ્ટાચારી કોન્સટેબલ ઇન્દ્રપાલસિંહને ફરજ મોફુકનો આદેશ કરી આ અંગેની તપાસ ઉચ્ચ અધિકારીને સુપ્રત કરી હતી.

અરવલ્લી જીલ્લાવાસીઓ જીલ્લા પોલીસવડા સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહીબીશન અને જુગાર, વરલી-મટકાના સ્ટેન્ડ પર તવાઈ બોલાવતા મહંદઅંશે સફળ રહેતા અને અસામાજીક તત્ત્વો સાથે ભાઈબંધી રાખતા અને ફરજમાં બેદરકારી દાખવતા ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સામે શખ્ત કાર્યવાહી કરી સસ્પેન્ડ કરતા લોકોમાં ભારે આવકાર મળી રહ્યો છે.