મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેરના જીલ્લા સેવાસદન સામે આવેલ એઆરટીઓ કચેરીમાં એજન્ટ ના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે. ભ્રસ્ટાચારના દલદલમાં ફસાયેલી એ.આર.ટી.ઓ કચેરીની બૂમો છે કે ગાંધીનગર સુધી પહોંચતા શુક્રવારે સાંજે કમિશનર ખુદ પહોંચ્યા હતા અને કચેરીમાં એજન્ટ અને દલાલોનો રાફડો જોઈ ચોકી ઉઠ્યા હતા. તેમજ આર.ટી.ઓ કેમ્પસ માં બિન અધિકૃત રીતે પ્રવેશી હેરાનગતિ કરતા એવા ૧૩ જણાઓને કચેરીના ફોર્મ સાથે ઝડપી લીધા હતા અને ટાઉન પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા. તમામ સામે આરટીઓ ઓફિસર જે.કે.મોઢને ફરિયાદ બનવા અને તમામ સામે ગુન્હો નોંધવાનો કમિશ્નરે આદેશ કરતા ટાઉન પોલીસ સ્ટેશનમાં આરટીઓ એજન્ટ તરીકે ની ઓળખ આપતા ૧૪ શખ્શો વિરૃધ્ધ આઈપીસી કલમ ૧૮૮ હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો. 

મોડાસા એઆરટીઓ કચેરીમાં કમિશ્નરની ઓચીંતી રેડમાં કચેરીમાં ફરતા એજન્ટ અને દલાલો જોવા મળતા કમિશ્નરની ટીમે કચેરીમાં ફરજ બજાવતા જીઆઈએસએફનાકર્મીઓએ ઝડપી લેવા આદેશ કરતા  ૧૩ શખ્શો ઝડપાઈ ગયા હતા. એક શખ્શ ફરાર થઇ જતા  કુલ ૧૪ જણા વિરૃધ્ધ આરટીઓ અધિકારી જીગ્નેશ મોઢ નાઓએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. અને આ ફરીયાદના આધારે ટાઉન પોલીસે કુલ ૧૪ આરોપીઓ વિરૃધ્ધ ઈન્ડીયન પીનલ કોડ ૧૮૮ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


 

 

 

 

 

આરટીઓ ઓફિસર જે.કે.મોઢે ટાઉન પોલીસ સ્ટેશનમાં કોની કોની સામે ગુન્હો નોંધાવ્યો વાંચો 

૧)સંજય હરજીવનદાસ પરમાર રહે ધનસુરા 
૨) ઇમરાન મહંમદહુસેન ટીંટોઈયા ( ટીંટોઈ ) 
૩)અકરમભાઈ ઈબ્રાહીમહુસેન વિજાપુરા હિંમતનગર
૪)ઈકબાલહુસૈન મહંમદયુસુફ ખેરડા મોડાસા 
૫)ઈમ્તિયાઝ મુસાભાઈ ઝાઝ મોડાસા 
૬)મહંમદ સલીમ ઝાઝ  મોડાસા 
૭)ઇબ્રાહિમભાઈ જેથરા સૈયદ મોડાસા 
૮)એઝાઝ યુસુફભાઈ કાજી મોડાસા 
૯)સાહિલ ઇશાકભાઇ દાદુ મોડાસા 
૧૦)ફૈયાઝમહંમદ સાબીર બાંડી મોડાસા 
૧૧)સિકંદર ઈસ્માઈલભાઈ બાંડી મોડાસા 
૧૨)રુહૂલ યુસુફભાઈ ભડકી મોડાસા 
૧૩)હૈયાત અનવર હુસેન દાદુ મોડાસા 
૧૪)પરેશ પંડ્યા હિંમતનગર (ફરાર) 
    
તાજેતરમાં રાજય વાહન વ્યવહાર વિભાગ ના કમીશ્નર દ્વારા કેમ્પસ મેનેજમેન્ટ તથા એજન્ટ પ્રથા નાબુદી તથા બિન અધિકૃત વ્યક્તિઓ મારફત કરાતી હેરાનગતિ અટકાવવા વિવિધ પગલાં સારૃ જાહેરનામું પ્રસિધ્ધ કરાયું હતું. રાજયભરની આરટીઓ કચેરીમાં વકરેલી એજન્ટ પ્રથાને નેસ્ત નાબુદ કરવા મોડે મોડે હાથ ધરાયેલ આ અભિયાન હેઠળ શુક્રવારના રોજ રાજયભરમાં ઠેરઠરે છાપા મારવામાં આવ્યા હતા.અરવલ્લી જિલ્લાકક્ષાની આરટીઓ કચેરીના મોડાસા કેમ્પસ ખાતે આવી પહોંચેલી રાજયની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી આ કચેરીમાં પોતાની જાતને આરટીઓ એજન્ટ તરીકે ઓળખાતા અને કચેરીના ફોર્મ સાથે ફરતા એવા ૧૩ બિન અધિકૃત વ્યક્તિઓને ઝડપી લેવાયા હતા,જયારે એક એજન્ટ ભાગી ગયો હતો.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી પીએમ મોદીની આ પહેલી રેલી છે. જોકે વડા પ્રધાને આ પહેલા ત્રણ વખત ચૂંટણી સભાઓ યોજી છે, પરંતુ આજની કોલકાતા રેલી પર રાજકીય ચર્ચાઓ તેજ છે.