મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : મોડાસા-હિંમતનગર રોડ પર સબલપુરના વળાંકમાં હિંમતનગર તરફથી આવતી વેગનઆર કારનું ટાયર અચાનક નીકળી જતાં કાર પલ્ટી ખાઈ ધડાકાભેર રોડ પર પટકાતા કારમાં સવાર બે લોકો કાર નીચે દટાઈ જતા સ્થાનીક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને કાર નીચે દટાઈ ગયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. સદનસીબે કાર પલ્ટી જવા છતાં જાનહાની ટળતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 

પ્રાપ્ત માહીતી અનુસાર,હિંમતનગરના બે શખ્સો વેગનઆર કાર લઈ મહીસાગર જીલ્લાના વીરપુર ગામે કામકાજ અર્થે જવા નીકળ્યા હતા. મોડાસા નજીક આવેલા સબલપુર ગામ નજીક વળાંકમાં કાર પૂરપાટ ઝડપે દોડી રહી હતી ત્યારે જ અચાનક ડ્રાઈવર સાઈડનું કારનું પાછળનું ટાયર કારમાંથી છૂટું પડી જતા કાર રોડ પરથી ધડાકાભેર પલ્ટી ખાઈ રોડ બાજુ પર પટકાઈ હતી રોડ પરથી ધડાકાભેર અવાજ આવતા સ્થાનીક લોકો રોડ પર દોડી ગયા હતા. અને કાર પલ્ટી જતા કારમાં સવાર બે લોકો દટાઈ જતા સ્થાનિકોએ બંને લોકો ને કારની નીચેથી બહાર કાઢી બચાવી લીધા હતા. કાર નીચે દટાયેલ બંને લોકોનો સામાન્ય ઈજાઓ પહોંચતા આબાદ બચાવ થયો હતો કારને ભારે નુકશાન પહોંચ્યું હતું.