મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા :અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે. મોડાસા ટાઉન પોલીસે શહેરના ડીપ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. ત્યારે ચોરી કરેલ પલ્સર બાઈક સાથે શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતો યુવક પોલીસની આંખે ચઢી જતા પોલીસે બાઈક સાથે યુવકને અટકાવી પૂછપરછ કરતા ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. યુવકની આગવી ઢબે પૂછપરછ કરતા બાઈક ચોર યુવકે રાજસ્થનના સીમલવાડામાંથી બાઈક ચોરી કર્યું હોવાનું કબૂલી લેતા જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
 
મોડાસા ટાઉન પીએસઆઈ રાઠોડ અને તેમની ટીમે શહેરમાં વાહનચોરી અને અન્ય ચોરી,લૂંટની ઘટના અટકાવવા ડીપ વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધર્યું હતું. ત્યારે શામળાજી તરફથી ન્યુ બ્રાન્ડેડ પલ્સર બાઈક સાથે પુરઝડપે પસાર થઇ રહેલા રાજસ્થાન સીમલવાડાના ખરપાડા (રાસ્તાપાલ) ગામના યશપાલ નારાયણભાઈ મનાત નામના યુવકને અટકાવી બાઈકના કાગળિયાં માંગતા બાઈકચોર યુવક યશપાલ ગલ્લાંતલ્લાં કરવા લાગ્યો હતો. યુવકની શંકાસ્પદ વર્તુણકના પગલે પોલીસસ્ટેશન બાઈક સાથે યુવકને લઇ આવી યુવકની ઝીણવટભરી રીતે આગવી ઢબે પૂછપરછ કરતા યશપાલ મનાત પોપટની માફક પલ્સર બાઈક રાજસ્થાનના સીમલવાડા નજીકથી ચોરી હોવાનો ગુન્હાની કબૂલાત કરતા પોલીસે બાઈકચોર યુવક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને રાજસ્થાનની પોલીસને બાઈક ચોર અંગે જાણ કરવા તજવીજ હાથધરી હતી.