મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : મોડાસા શહેરમાં  ચારેતરફ રખડતા-ભટકતા ઢોરોની સમસ્યા હવે નવી વાત નથી રહી, પણ સંલગ્ન તંત્રોની નબળાઇ, ઉદાસીનતા કે નષ્ક્રિીયતાનો ભોગ લોકો બનવા લાગે ત્યારે જનરોષ વધતો હોય છે. ચોમાસાની ઋતુમાં સાંજ પડતાની સાથે રખડતા પશુઓ શહેરના મુખ્ય માર્ગો પર અડીંગો જમાવી દે છે. મોડાસા શહેરના પોસ્ટ ઓફીસ રોડ પર રાત્રીના સુમારે ભુરાંટી બની વાહનચાલકો અને રાહદારીઓને શીંગડે ભરાવતા લોકોમાં ભારે નાસભાગ મચી હતી રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પાછળ દોડતી ભુરાંટી ગાયે સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હોય તેવી સ્થીતીનું નિર્માણ થયું હતું. મોડાસા નગરપાલિકા તંત્ર રખડતા ઢોરને પાંજરે પુરી યોગ્ય કાર્યવાહી કરેની માંગ પ્રબળ બની છે. 

મોડાસા શહેરમાં રખડતી ગાયોની રંજાડથી રોડ પરથી પસાર થવું રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. મોડાસા શહેરના ડીપ વીસ્તારથી કોલેજ રોડ તેમજ માલપુર અને મેઘરજ રોડ પર રખડતા પશુઓથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. ચાર રસ્તા ચોકડી થી બસ સુધીના મુખ્ય માર્ગ પર જ ગાયોના અડિંગાને લઇ રોજબરોજ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે ગુરુવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ મુખ્ય બજારમાં પોસ્ટ ઓફીસ રોડ પર ભુરાંટી થયેલ ગાયે ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા. જેમાં બે લોકોને  હળવી ઇજા થઇ હતી. બીજી બાજુ રખડતાં ઢોર નિયંત્રણ કરવામાં નિષ્ફળ રહેલ પાલિકા દ્વારા દરવર્ષે  રખડતા પશુઓ પકડવાનું માત્ર નાટક જ કરવામાં આવતું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 
 

Advertisement