મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા :  અરવલ્લી જીલ્લામાં ટ્રાફિકના નિયમનો ઉલાળિયો કરી વાહનચાલકો બેફામ વાહન હંકારતા નિર્દોષ રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેતા જીવ ગુમાવવો પડી રહ્યો છે. જીલ્લામાં વધુ એક અકસ્માતની ઘટનામાં યુવકે જીવ ગુમાવવો પડ્યો હતો મોડાસા-વણીયાદ રોડ પર મોરા ગામ નજીક પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લેતા યુવકના માથાના ભાગે ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અન્ય એક યુવકના શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટનાના પગલે મોડાસા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. 

મોડાસા તાલુકાના સાયરા નજીક મોરા ગામના માર્ગ ઉપર આજરોજ પિક અપ જીપ ડાલના ચાલકે બાઈક સવાર બે યુવકોને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તો બાઈક સવાર યુવકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં ભોગ બનેલા યુવકો મેઘરજના ધોળાપાણા ગામનાઓ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી.