મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ પોલીસમાં માનવતાની લાગણી નથી હોતી એવો આક્ષેપ અવારનવાર કરવામાં આવતો હોય છે. ખાખી વર્દી પહેરેલા પોલીસની ઇમેજ સામાન્ય રીતે કડક હોય છે. જોકે ખાખી વર્દીની પાછળ માનવતાનો ચહેરો પણ હોય છે. એવા અનેક અનુભવ જરૂરિયાતમંદ લોકોએ અનુભવ્યા છે. મોડાસા જીઆઈડીસી નજીક સ્કૂટર ચાલકે અંધારામાં પકોડીની લારીને ટક્કર મારતા પકોડીવાળો ઈજાગ્રસ્ત થતા પેટ્રોલીંગમાં નીકળેલ રૂરલ પીઆઇ મુકેશ તોમરે પોલીસજીપ થંભાવી દીધી હતી. કોઈ કાર્યવાહી કે કાયદા કાનુનને આ સમયે તેમણે પછી પણ પહેલા તેના દર્દને મહામ્ય આપ્યું હતું. દર્દથી કણસતા ફેરિયાને સારવાર અર્થે દવાખાને  સારવાર માટે મોકલી આપ્યો હતો.

Advertisement


 

 

 

 

 

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જીઆઈડીસી નજીક રવિવારે રાત્રે ૮ વાગ્યાના સુમારે સ્કૂટર ચાલકે પકોડીની લારીને ધડાકાભેર ટક્કર પકોડી વેંચતા ફેરિયાના શરીરે ગંભીર ઈજાઓ થતા નાઈટ પેટ્રોલિંગમાં નીકળેલ મોડાસા રૂરલ પીઆઇ તોમર અને તેમની ટીમ અકસ્માત સ્થળે થંભી ગઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા પકોડીવાળા ફેરિયાને તાબડતોબ સારવાર અર્થે ખસેડતા માનવતા મહેંકી ઉઠી હતી.