મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ભારત વિકાસ પરીસદ શાખાએ શહેરને કચરામુક્ત મોડાસા બનાવવા માટે અભિયાન હાથધરી  સ્વચ્છ મોડાસા. ગ્રીન મોડાસાનો પ્રારંભ કર્યો હતો ભારત વિકાસ પરિસદ શાખા દ્વારા શહેરના માલપુર રોડ પર તાલુકા પંચાયત કચેરી સામે  સફાઈ અભિયાન હાથધર્યું હતું અને શહેરીજનોને અભિયાનમાં જોડાવવા આહવાન કર્યુ હતું.

ભારત વિકાસ પરિસદ મોડાસા શાખાના પ્રમુખ ડો. એન. જી બિહોલા અને તેમની ટીમ અને કોર્પોરેટર પ્રીયંક પટેલ, સંજય કડીયાએ સ્વચ્છ મોડાસા... ગ્રીન મોડાસા અભિયાન હેઠળ બાલાજી કોમ્પ્લેક્ષ અને આજુબાજુના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. પરિસદના પ્રમુખ એન.જી. બિહોલાએ શહેરને સ્વચ્છ બનાવવા આહવાન કરી કચરો કચરા પેટીમાં નાખવા અને નગરપાલિકાના ટ્રીપરવાનમાં કચરો નાખવા અને શહેરને સ્વચ્છ બનાવવા શહેરીજનોને આહવાન કર્યું હતું.


 

 

 

 

 

અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે શહેરમાં નેતા, રાજકીય અગ્રણીઓ અનેક સેવાકીય સંસ્થાઓ શહેર સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરતાં હોય છે પણ આ અભિયાન ફોટો શેશન પૂરતું બની રહે છે અને સ્વચ્છ મોડાસા શહેરમાં ગંદકીના ખડકલા યથાવત જોવા મળતા હોય છે. ત્યારે ભારત વિકાસ પરિસદ શાખાનું સ્વચ્છ મોડાસા... ગ્રીન મોડાસા અભિયાન આરંભે સુરા સાબીત નહીં થાય જો કે આ અભિયાનને જીવંત રાખવા શહેરીજનોમાં જાગૃતતા હોવાની સાથે ભારત વિકાસ પરિસદના અભિયાન નિષ્પક્ષ અભિયાન બની રહે તે ખુબ જરૂરી છે. લોકોએ પરીસદના અભિયાનની સરાહના કરી હતી.