મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશવાસીઓના સંબોધન દરમિયાન લોકોથી કોરોનાના બચાવ અને જાગૃતતા ફેલાવવામાં સહયોગ માંગ્યો હતો અને રવિવારને જનતા કરફ્યુનું પાલન કરવા અપીલ કરતા સમગ્ર દેશ સહીત ગુજરાતમાં જનતા કર્ફ્યુનો જબરજસ્ત સમર્થન મળ્યું છે. જનતા કરફ્યૂમાં મોડાસા શહેર સજ્જડ બંધ રહ્યું હતું બીજા દિવસે પણ ૧૪૪ કલમની કડક અમલવારીના પગલે સતત બીજા દિવસે પણ બજાર બંધ રહેતા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સ્વજનોની હાલત કફોડી બનતા મોહદીસે આઝમ મિશન તેમની મદદે પહોંચ્યું હતું. ૨૯૦થી વધુ દર્દીઓને ચા-કોફી નાસ્તા અને ફૂડ પેકેટની બે દિવસ સતત હૂંફ આપી હતી.

મોડાસા શહેરમાં મોહદીસે આઝમ મિશન નામની સંસ્થા લઘુમતી વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને ૩૬૫ દિવસ નિઃશુલ્ક ભોજન અને નિઃસહાય લોકોને ટિફિન પહોંચાડવાની અનોખી સેવા કરી રહી છે આરોગ્ય નગરી તરીકે જાણીતા મોડાસા શહેરમાં મોટી સંખ્યામાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ થયેલા રાજસ્થાન સહીત ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા દર્દીઓની બજારો બંધ રહેતા હાલત કફોડી બની હતી. ચા-નાસ્તા અને જમવાની તકલીફ પડતા આ અંગેની જાણ મોહદીસે આઝમ મિશન સંસ્થાને થતા તાબડતોડ મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમાં સગા-સંબંધીઓને ટિફિન સુવિધા અને ચા-નાસ્તા અને બિસ્કિટની સુવિધા પુરી પાડી હતી. ૧૪૪ કલમની કડક અમલવારીના પગલે સતત બીજા દિવસે પણ બજાર બંધ રહેતા દર્દીઓને સહારે બીજા દિવસે મોહદીસે આઝમ મિશને ફૂડ પેકેટ પુરા પાડી માનવતાના દર્શન કરાવ્યા હતા.

મોહદીસે આઝમ મિશનના પ્રમુખ અશિકે રસુલ, ગુલામનબી બારીવાલા અરવલ્લી મહીસાગરના નિગરાન આરીફ સિધવા, ઉપ-પ્રમુખ ઝાહીદ બાંડી, ગુલામ બાંડી, યુનુસ સુથાર, આરીફ ઝાંઝ ડોકટર ઇમરાન પઠાણ હાજી શકીલ શૈખ, અશરફ સિધવા ઈમ્તિયાઝ બાંડી સલીમ ઉપાદ, ઇદરિષ સાબલિયા ઝાકીર બાંડી સાબિર ખોખર અબ્દુલ હમિદ ખેરાડા સિદ્દીક પટેલ તાહિર ચુડઘર વગેરે ખડે પગે રહ્યા હતા. જ્યાં સુધી લોકડાઉનની પરિસ્થતી રહેશે ત્યાં સુધી મિશન જમવાની વ્યવસ્થા પુરી પાડવાનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો.