મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેર સહીત કપડવંજ અને ખેડા જીલ્લામાં ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપી પોલીસને હંફાવનાર બિલ્લાં ગેંગના કેટલાક સાગરીતોને અરવલ્લી જીલ્લા પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી છે મોડાસા ટાઉન પોલીસે માર્કેટયાર્ડ નજીક બીલ્લા ગેંગના રીઢા ચોરને બાતમીના આધારે દબોચી લીધો હતો ઈ-ગુજકોપની મદદથી સત્તાર ભટ્ટી છેલ્લા ત્રણ વર્ષથી નાસતો-ફરતો હોવાનું સામે આવ્યું હતું.
 
મોડાસા ટાઉન પીઆઈ એન.જી.ગોહીલને ઘરફોડ ચોરીઓ કરનાર બીલ્લા ગેંગનો રીઢો ચોર અને હાલ પોલીસ પકડથી બચવા અમદાવાદ બહેરામપુરા માં રહેતો કઉં-કુકડી ગામનો સત્તાર અલ્લારખ ભટ્ટી મોડાસા માર્કેટયાર્ડ આગળ હોવાની બાતમી મળતા તાબડતોડ માર્કેટયાર્ડ સ્થળે પહોંચી સત્તાર ભટ્ટીને કોર્ડન કરી ઝડપી પાડતા સત્તાર ભટ્ટીના મોતીયા મરી ગયા હતા ટાઉન પોલીસે સત્તાર ભટ્ટીનો ગુન્હાહીત ઇતિહાસ જાણવા ઈગુજકોપ પોકેટ કોપ મોબાઇલમાં ચેક કરતા સત્તાર ભટ્ટી મોડાસા ટાઉન, ખેડા,કપડવંજ સહીતના વિસ્તારોમાં ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો હોવાની અને ત્રણ વર્ષથી નાસતો-ફરતો હોવાનું બહાર આવ્યું હતું ટાઉન પોલીસે સત્તાર ભટ્ટીને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.