મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ચોમાસાની ઋતુમાં ઝેરી જાનવર કરડવાની ઘટનાઓ બહાર આવતી હોય છે ચોમાસુ માથે દસ્તક દઈ રહ્યું છે ત્યારે મોડાસા તાલુકાના આધેડને ઝેરી જાનવરે પગના ભાગે કરડતા શરીરમાં ઝેર પ્રસરી જતા તાબડતોડ સારવાર અર્થે માલપુર સરકારી દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ હતી.

અરવલ્લી જીલ્લામાં સર્પદંશ ની અસંખ્ય ઘટનાઓ ચોમાસાની ઋતુમાં બહાર આવતી હોય છે રવિવારે ફરેડી ગામે ગરમીમાં રાહત મેળવવા ઘરની ઓસરીમાં સુઈ રહેલા બબાભાઈ દરજીને પગના ભાગે સર્પે દંશ મારતા બુમાબુમ કરી મુકતા પરિવારજનો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે માલપુર સરકારી દવાખાને ખસેડાતા તબીબે મૃત જાહેર કરતા પરિવારજનોએ આક્રંદ કરી મુકતા વાતવરણમાં ગમગીની છવાઈ હતી. બદલાતા વાતાવરણના પગલે જીલ્લામાં ઘણા સ્થળે સર્પ બહાર નીકળવાની ઘટનાઓ બની રહેતા પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો છે