મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: અરવલ્લી જીલ્લામાં પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગની કામગીરી હાથધરી હતી. જેમાં લોકડાઉનનો ભંગ કરનાર વાહનો મોટી સંખ્યામાં ડિટેઇન કરવામાં આવ્યા હતા.  લોક ડાઉન માં ભંગ કરેલ ડીટેઇન કરેલ વાહન આપવાની કામગીરી મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેનું ધ્યાન રાખી શરુ કરવામાં આવી હતી. જેમાં વાહન ચાલકે પોતાના વાહન ના પૂરેપૂરા દસ્તાવેજ રજુ કરે તો વિના મૂલ્યે અને  દસ્તાવેજ ના હોય તો રૂ.૫૦૦ દંડ ફી વસૂલી વાહનચાલકોને વાહન પરત આપવામાં આવતા વાહન ચાલકોમાં આનંદ છવાયો હતો. 

કોરોના વાઇરસ ને લઈને  લોકડાઉન માં જે વાહન ચાલકો એ ભંગ  કર્યો હોય અને પોલીસ કર્મીઓ દ્વારા વાહન નો મેમો આપેલ હોય તેવા વાહનોનો મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ખડકલો થઈ ગયો હતો. ટાઉન પોલીસે ડિટેઇન કરેલ વાહનોને પરત વાહનચાલક આપવાની કામગીરી  હાથધરી હતી. જેમાં વાહન છોડવા માટે  મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન માં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે વાહનની આર.સી.બુક, પી.યું.સી,વીમો અને વાહનચાલક ડ્રાઈવિંગ લાયસન્સ રજુ કરનાર વાહનચાલકો પાસેથી કોઈ પણ જાત નો ચાર્જ લીધા વગર વિનામૂલ્યે વાહન પરત આપવામાં આવ્યા હતા તેમજ ડિટેઇન વાહનના પોલીસતંત્રએ જાહેર કરેલા દસ્તાવેજ પ્રમાણે વાહન ચાલક પાસે અપૂરતા દસ્તાવેજ  હોય તો દંડ પેટે રૂ.૫૦૦/- લઈ વાહન ચાલકોને વાહન પરત આપવાની કામગીરી મોડાસા ટાઉન પી આઇ સી.પી.વાઘેલા ના માર્ગદર્શન હેઠળ હાથધરી હતી.
 
મોડાસા ટાઉન પી.આઈ સી.પી વાઘેલાના જણાવ્યા અનુસાર,લોકડાઉન મા જાહેર નામા નો ભંગ કરતા બાઈક ચાલકો ને લોક ડાઉન ના ભંગ  મુજબ કાયઁવાહી કરી પોલીસ ને મળેલ સત્તા મુજબ મુકત કરવા મા આવે છે.  જે બાઈકો ડીટેન કરવા મા આવી છે તેવી બાઈકોનો ૫૦૦  રૂપિયા દંડ વસુલ કરી મોડાસા ટાઉન પોલીસ કામગીરી શરુ કરી ૧૫૦ થી વધુ વાહનો મુક્ત કરવામા આવ્યા છે  તો જે વાહનચાલકો ને પોતાના કરેલ વાહનને ત્વરિત મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન સંપર્ક કરી પોતાનું  વાહન મુક્ત કરાવી લેવું.