મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ કોરોનાના સંક્રમણના પગલે બળિયાદેવની બાધા રાખી પાણી ચઢાવવાની વિધિ કરવામાં આવી રહી છે ત્યારે મોડાસા તાલુકાના ઈટાડી ગામમાં પણ રવિવારે આ વિધિ યોજાઈ હતી અને જેમાં ૧૦૦થી વધુ લોકો એકઠા થયા હતા. જેનો વિડીયો વાઈરલ થયા બાદ મોડાસા રૂરલ પોલીસે ૧૪ લોકોના નામજોગ અને વિધિમાં એકઠા થયેલ સ્ત્રી-પુરુષના તોલા સામે જાહેરનામાં ભંગ અને એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   

સમગ્ર રાજયમાં હાલ કોરોનાનું સંક્રમણ લોકોને ચિંતામાં મુકી રહયું છે ત્યારે સરકારે રઝળતાં મુકી દીધેલા લોકો હવે ભગવાન ભરોસે મુકાઈ ગયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણ મામલે બળીયાદેવની માનતા રાખવામાં આવી રહી છે અને બેડાથી પાણી ચઢાવવામાં આવી રહયું છે. જો કે કોરોનાના કાળ દરમ્યાન સરકાર દ્વારા લોકોને એકઠા નહીં થવા અને ધાર્મિક ઉજવણી નહીં કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શરૃ થયેલી આ ધાર્મિક વિધિ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે ત્યારે ઈટાડી ગામમાં બળીયાદેવની માનતા પુરી કરવા ૧૦૦થી વધુ લોકો એકઠાં થઈને પાણી ચઢાવવા ગયા હતા. જેનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાઈરલ થયો હતો. ત્યારે આ અંગે મોડાસા રૂરલ  પોલીસે ૧૪ લોકો અને ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થીત ટોળા  સામે જાહેરનામાં ભંગ અને એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રકારે વધેલી પ્રવૃતિઓના પગલે પોલીસ દ્વારા પેટ્રોલીંગ વધારી દેવામાં આવ્યું છે.


 

 

 

 

 

મોડાસા રૂરલ પોલીસે કયા કયા આરોપીઓની અટકાયત કરી 

૧)ભીખાભાઇ નાનાભાઈ મકવાણા

૨)કરણસિંહ મણીલાલ પરમાર

૩)ભરતસિંહ પ્રતાપસિંહ પરમાર

૪)રણજીતભાઇ ધુળાભાઈ પરમાર 

૫)મુકેશભાઈ કેશભાઈ મકાવાણા 

૬)કાળુસિંહ અર્જુનસિંહ પરમાર

૭)સુરેશભાઈ કમલેશભાઈ ચૌહાણ 

૮)જશવંતભાઈ સોમાભાઈ મકવાણા

૯)સંજયભાઈ નરસિંહભાઈ મકવાણા 

૧૦)ભીખાભાઇ કોદરભાઈ રાવળ (બેન્ડવાળા)