મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ મોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળ વિસ્તારમાં એક્ટિવા પર પસાર થતા વકીલને શહેરમાં રહેતા ભાટીયા દંપતીએ અટકાવી તું અમારી દીકરીએ મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ વિરુદ્ધ કરેલ અરજીમાં સમાધાન કરવા દેતો નથી કહી ઉશ્કેરાઈ જઈ મારા-મારી કરી બેફામ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી બસ સ્ટેન્ડ પાછળ વકીલ સાથે દંપતીએ મારામારી કરતા લોકોના ટોળેટોળા ઉમટતા વકીલનો છુટકારો થયો હતો દંપતીના હુમલાથી હતભ્રત થયેલ વકીલે ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી મોડાસા ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement


 

 

 

 

 

મોડાસા શહેરમાં રહેતા અને વકીલાત કરી જીવન નિર્વાહ ચલાવતા સંતોષ બારોટ નામના યુવાન પર દંપતીએ હુમલો કરી દેતા દેકારો મચી ગયો હતો મોડાસામાં રહેતા અલ્પેશ રતિભાઈ ભાટિયાની દીકરીના લગ્ન ઇડર ખાતે કરવામાં આવ્યા હતા પતિ-પતિ વચ્ચે ખટરાગ થતા તેમની દીકરીએ તેના પતિ ધવલ ભાટીયા અને સાસરીપક્ષ સામે માનસિક-શારીરિક ત્રાસની મોડાસા મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપતા ધવલ ભાટિયાએ મોડાસામાં વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ સંતોષ બારોટનો સંપર્ક કરતા તેમની સાથે મહિલા પોલીસ સ્ટેશનમાં ગયા હતા. અને બંને પરિવાર વચ્ચે સમાધાનના પ્રયત્નો કર્યા હતા છેલ્લા ત્રણ દિવસથી બંને પક્ષે સમાધાનની ચર્ચાઓ થયા પછી સમાધાન ન થતા તેની અદાવત રાખી અલ્પેશ રતિભાઈ ભાટિયા અને તેમના પત્ની બિન્દુબેન ભાટિયાએ બસ સ્ટેન્ડ વિસ્તાર પાછળથી એક્ટિવા પર પસાર થતા સંતોષ બારોટને જોઈ જતા એકાએક ઉશ્કેરાઈ જઈ અટકાવી એક્ટિવાની ચાવી કાઢી લઇ તું અમારી દીકરીની આપેલી અરજીમાં સમાધાન થવા દેતો નથી કહી મારામારી પર ઉતરી આવતા અને હું પત્રકાર છું તારી સનદ કેન્સલ કરાવી દઈશ કહી દેકારો મચાવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા લોકોના ટોળા ઉમટતા બંને દંપતીએ સંતોષ બારોટને જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી દંપતીના હીચકારાના હુમલાંના પગલે ટાઉન પોલીસને જાણ કરતા ટાઉન પોલીસ પહોંચતા દંપતી રફુચક્કર થઇ ગયું હતું .

મોડાસા ટાઉન પોલીસે સંતોષ નટવરભાઈ બારોટની ફરિયાદના આધારે માલપુરના અલ્પેશભાઈ રતિભાઈ ભાટિયા અને તેમના પત્ની ઇન્દુબેન અલ્પેશભાઈ ભાટિયા (હાલ રહે, મોડાસા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સામે જાનથી મારી નાખવાનો ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા