મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ભગવાનને રિઝવવા માટે હરિભક્તો વિવિધ પ્રકારના હિંડોળા શણગારે છે. સંતો - ભક્તો ભગવાનને બિરાજમાન કરવા માટે અગરબત્તી, ચાંદી અને સુવર્ણના દાગીના, પુષ્પો, ફ્રુટ, સૂકોમેવો, હીર, કઠોળ, પેંડા, મોરપીંછ, સિક્કા, બોલપેન, રાખડી, પવિત્રા વગેરે નિત-નવા નવલાં વસ્તુઓથી - પદાર્થોથી હિંડોળાને સુશોભિત કરે છે. મોડાસાના સુપ્રસિદ્ધ બાલકદાસજી મંદિરમાં હિંડોળા તૈયાર કરવા માટે દરવર્ષે દિલીપભાઈ ભાવસાર અને તેમનો પરિવાર અને ભક્તગણ તન મન ધન અર્પણ કરી રહ્યા છે. બાલકદાસજી મંદિરમાં અરવલ્લીની ગિરિમાળાઓનું આબેહૂબ સર્જન કરી પ્રકૃતિના સાનિધ્યમાં “લાલજી ભગવાન” હિંડોળે ઝુલાવતા મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લઈ ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લ્હાવો લીધો હતો. અહીં વીડિયો પણ દર્શાવાયો છે.