મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ ગુજરાતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા વધીને ૧૨૨ થઇ ગઇ છે. કોરોના ૧૧ લોકોને ભરખી ગયો છે. અરવલ્લી ૧૮ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. મોડાસાની ખાનગી હોસ્પિટલમાં મુલોજ ગામના ૫૫ વર્ષીય દર્દીને ન્યૂમોનિયાની સારવાર દરમિયાન કોરોનના શંકાસ્પદ લક્ષણો જણાતા શનિવારે દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા હતા શંકાસ્પદ કોરોનના લક્ષણો ધરાવતા દર્દીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. આરોગ્ય વિભાગે તકેદારીના ભાગરૂપે અંતિમવિધિ દરમિયાન ઉપસ્થિત રહેતા લોકોમાં ભારે કુતુહુલ સર્જાયું હતું. રવિવારે મૃતક દર્દીનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને પોલીસતંત્ર કોરોનાના સંક્રમણને રોકવા માટે ખડેપગે કામગીરી કરી રહ્યું છે હજુ સુધી જીલ્લામાં એકપણ દર્દી કોરોના પોઝેટીવ દર્દી નથી એ તંત્ર અને  જિલ્લાવાસીઓ માટે રાહતનો શ્વાસ છે.

       મોડાસા તાલુકાના મુલોજ ગામના ૫૫ વર્ષીય વ્યક્તિને તાવ-શરદી, ખાંસી અને તાવના લક્ષણો જણાતા મોડાસા શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલતી હોવા છતાં દર્દીની તબિયતમાં સુધારો ન જણાતા શનિવારે આરોગ્ય તંત્રે શંકાસ્પદ કોરોનાના લક્ષણો જણાતા દર્દીના સેમ્પલ લીધા હતા. શનિવારે દર્દીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી આરોગ્ય વિભાગે મૃતકનો કોરોનાનો રિપોર્ટ બાકી હોવાથી મુલોજ ખાતે વતનમાં  મૃતકની અંતિમવિધિમાં ઉપસ્થિત રહી સરકારની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવતા લોકોમાં ભય સાથે ફફડાટ ફેલાયો હતો મૃતકના પરિવારજનોનું પણ સ્ક્રીનિંગ કર્યું હતું રવિવારે મૃતકનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. 

જીલ્લા આરોગ્ય અધિકારી ર્ડો.અમરનાથ વર્માના જણાવ્યા અનુસાર 

કોરોના કહેરમાં લોકો ઉપર આરોગ્ય વિભાગ સતત નજર રાખી રહ્યું છે. જે કોઈને લક્ષણો દેખાય કે તરત જ કોરેન્ટાઈન અને આઈસોલેટ કરવાની કામગીરી કરી દેવામાં આવી રહી છે. મોડાસાના મુલોજ ગામના ૫૫ વર્ષિય વ્યક્તિનું કોરોનાના  શંકાસ્પદ લક્ષણોમાં મોત નિપજતાં આ અંગે ટેલીફોનીક વાતચીતમાં જિલ્લા આરોગ્ય અધિકારી વર્માએ જણાવ્યું હતું કે લોકોમાં કોરોના અંગે ભાયનો માહોલ ન ફેલાય તે હેતુથી આરોગ્ય વિભાગે સતર્કતા દાખવી તરત જ કોરોના પરિક્ષણ કરાવ્યું હતું જો કે રીપોર્ટ નેગેટીવ આવ્યો હોવાથી ચિંતાના કોઈ કારણ નથી બાદમાં મૃતકની અંતિમવિધી પણ આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીપૂર્વક કરવામાં આવી હતી.