મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી  જિલ્લામાં કોરોના વાઇરસે રોદ્ર સ્વરૃપ ધારણ કરી રહ્યો હોય તેમ દિનપ્રતિદિન કોરોના મૃતકોના આંકમાં ચિંતાજનક વૃદ્ધિ થઈ રહી છે જે વચ્ચે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ-૧૯ હોસ્પિટલ અને ખાનગી કોવીડ હોસ્પિટલમાં છેલ્લા ૨૪ કલાકના ટૂંકા ગાળામાં વધુ નવ કોરોના ગ્રસ્ત દર્દીના મોત નિપજતા છે જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર સાર્વજનિક કોવીડ હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર લઈ રહેલા ૫ વ્યક્તિ તેમજ અન્ય ખાનગી કોવીડ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ ૪ અંતિ ગંભીર દર્દીનું સારવાર પહેલા જ મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.


 

 

 

 

 

પ્રાપ્ત માહિતી અનુસાર,અરવલ્લી જિલ્લામાં વવાજોડા સ્વરૃપે ફેલાય રહેલ કોરોના સંક્રમણને લઈ અનેક લોકો કોરોનામાં સપડાઈ રહ્યા છે અને કેટલાક લોકો કોરોના જીવલેણ હુમલામાં પોતાની જીદંગી ગુમાવી રહ્યા છે અનેક દર્દીઓ કોરોના અને શંકાસ્પદ કોરોનાના લક્ષણો સામે જંગ હારી જતા અનેક દર્દીઓ મોતને ભેટી રહ્યા છે છેલ્લા ૪૮ કલાકમાં જે રીતે જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓની હોસ્પિટલમાંથી ડેડબોડી બહાર આવી રહી છે તે જોતા સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યાએ મોત નિપજાવાની  ટકાવારીમાં પ્રથમ સ્થાન પર પહોંચી શકે છે .

મોડાસા અર્બન સેન્ટરમાં ૧ દિવસમાં ૨૦૦ રેપીડ એન્ટીજન ટેસ્ટમાંથી ૮૦ લોકોના ટેસ્ટ પોઝેટીવ આવતા આરોગ્ય તંત્ર પણ ઉંધા માથે પછડાયું છે.