મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે વિવિધ રાજકીય દળોના નેતાઓએ સેન્સ તેમજ કાર્યકરોને માર્ગદર્શન આપવાની કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે સોમવાર બપોરે ૪ કલાકે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ અરવલ્લીના મુખ્ય મથક મોડાસાના આસોપાલવ ગ્રીન્સ બ્લોક ફેક્ટરી મેઘરજ રોડ પર આવી પહોંચી કાર્યકરો સાથે સંવાદ કરી સભાને સંબોધી હતી,જેમાં મોટી સંખ્યમાં આપ પાર્ટીના હોદ્દેદારો,કાર્યકરો આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થત રહ્યા હતા.

ગોપાલ ઇટલીયાને સભાને સંબોધતા જણાવ્યું હતું કે સંભળવા આવી પહોંચ્યા હતા, ઇટલીયાએ સંબોધતા જણાવ્યું હતુ કે દેશમાં રાજકીય પક્ષો તો ઢગલાબંધ છે પણ જનતા માટે કામ કરવાની દાનત કોની પાસે છે,એ મહત્વનું છે આમ આદમી પાર્ટી માને છે કે જનતા નક્કી કરે છે. દિલ્હી માં આમ આદમી પાર્ટી સરકારે જે રીતે અને વગર માંગે લોકો પાસે ધરણા રેલીઓ કઢાવ્યા વગર શિક્ષણ,વીજળી પાણી શહીદોને ,ડોકટરોને  સફાઈ કામદારોને સન્માન પૂરજોશમાં લોકીના હૃદય સુધી પહોંચી  કામ કર્યું છે. એ કામ એ નિયત એ ઈમાનદારીની જરૂરિયાત એટલે આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે.  આવનારી તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં  આપ ના ઉમેદવારો ચૂંટણી લડીને ભાજપ કોંગ્રેસ ના ભ્રષ્ટ શાસન  થી થાકેલા, કંટાળેલા હતાશ થયેલા લોકોને નવો વિકલ્પ આપવા, યુવા,શિક્ષિત વિકલ્પ આપવા અને ઈમાનદાર વિકલ આપવા આમ આદમી પાર્ટી તૈયાર થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું.