મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના મહામારીથી બચવા દેશ અને દુનિયા અથાક પ્રયત્ન કરી રહ્યાં છે કોરોનાનો પડકાર ઝીલીને એની સામે ડૉક્ટરો, આરોગ્ય કર્મચારીઓ, પોલીસતંત્ર,અને સરકાર સહિત વહીવટી તંત્ર કામગીરી કરી રહ્યાં છે કોરોના વોરિયર્સનું ઠેર ઠેર સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોડાસાની જીઆઈડીસીમાં આવેલ વિનાયક ગેસીસ કંપની ઓક્સિજન ઉત્પાદન કરતી કંપનીએ ગુજરાતમાં સૌપ્રથમ વાર ઇમરજન્સી ઓકસી બ્રેથ નામના પોર્ટેબલ ઓક્સિજન કેન બનાવ્યા છે આ ઓક્સિજન કેન મોડાસાની કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને ભેટ આપવામાં આવ્યા છે.

કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ, આરોગ્ય કર્મીઓ અને વોલિયેન્ટર સતત કોરોનાગ્રસ્ત દર્દીઓની વચ્ચે રહી જીવના જોખમે ખડેપગે સેવા કરી રહ્યા છે પીપીઈ કીટ અને માસ્ક પહેરવાના લીધે ઓક્સિજનની ઉણપ વર્તાય ત્યારે ઉભી થયેલ તકલીફમાં ઓક્સિજન કેન સંજીવની રૂપી સાબિત થઇ શકે છે અને કોરોના વોરિયર્સ ઘટેલું ઓક્સિજન લેવલ ઓકસી બ્રીથ કેન મારફતે સામાન્ય પરિસ્થિતિમાં લાવી શકતું હોવાથી મોડાસાની કોવીડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા લોકોને ઓક્સિજન કેન ભેટ કરવામાં આવ્યા હતા.

કોરોના મહામારીમાં સામાજિક સંસ્થાઓ તેમજ મેડિકલ સેવાઓ અનેક લોકો દ્વારા આપવામાં આવી છે ત્યારે કૉરોના પૉઝિટિવ દર્દીઓને ઑક્સિજનની જરૂર પડે તે માટે પોર્ટેબલ ઓક્સિજન કેનનું નિર્માણ મોડાસાની જીઆઈડીસીમાં ગુજરાતમાં સૌપ્રથમ વાર કરવામાં આવ્યું છે. મેઇક ઇન ઇન્ડિયા અંતર્ગત મોડાસાની GIDC માં તૈયાર કરવામાં ઓકસી બ્રેથ નામના ઑક્સિજન કેન કૉવિડ હૉસ્પિટલમાં ફરજ બજાવતા કોરોના વોરિયર્સને આપવામાં આવ્યા છે, જેથી ઑક્સિજનની ઓચિંતિ જરૂરિયાત સમયે ઑક્સિજન કેનનો દર્દી ઉપયોગ કરી શકે છે નું વિનાયક ગેસના માલિક અમરિશ ભાટિયા અને ધનંજય ભાટિયાએ જણાવ્યું હતું.