મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: કોરોનાની મહામારી વચ્ચે મોડાસા તાલુકાના કુડોલ ગામે પ્રજાપતિ ફળિયામાં રહેતા રમેશભાઈ કચરાભાઈ પ્રજાપતિના ઘરે ગેસની બોટલ લીકેજ હોવાથી ગેસ લીક થતા આજુબાજુમાંથી લોકો ગેસ લીકેજ થવાનું કારણ શોધવા સિલિન્ડરનું રેગ્યુલેટર બે ત્રણ વાર ચેક કરી રહ્યા હતા ત્યારે અચાનક બોટલ ધડાકાભેર બ્લાસ્ટ ૪ લોકોના ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા ૩ લોકોએ પ્રાથમિક સારવાર આપી હતી ગેસની બોટલ ફાટતા ક્ષણભરમાં આગે વિકરાળ સ્વરૂપધારણ કરતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચતા ખેડૂત પરિવાર પર આભ તૂટી પડ્યું હતું મોડાસા  ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર,શુક્રવારે સવારે કુડોલ ગામના રમેશભાઈ કચરાભાઈ પ્રજાપતિ ઘરે ગેસની બોટલ લીકેજ હોવાથી આજુબાજુમાં રહેતા લોકો મદદે પહોંચ્યા હતા અને ગેસની બોટલ ઘરની બહાર કાઢી લાવ્યા બાદ બોટલ પર લગાવેલ સિલિન્ડર અને ગેસની પાઈપ લાઈન ચેક કર્યા બાદ સિલિન્ડર પરત રસોડામાં લઈ જઈ ગેસ લીકેજ થાય છે કે નહિ તે ચેક કરી રહ્યા હતા ત્યારે અગમ્ય કારણોસર ગેસ સિલિન્ડર ધડાકાભેર બ્લાસ્ટ થવાની સાથે આગ ફાટી નીકળતા પરિવારની મદદે પહોંચેલા ૧)પ્રકાશ બબાભાઈ પ્રજાપતિ, ૨)યોગેશ પ્રકાશભાઈ પ્રજાપતિ,૩)અરવિંદભાઈ પ્રણામી, ૪)કિરીટભાઈ મણીભાઈ પ્રજાપતિ ગંભીર રીતે દાઝી જતા ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહન મારફતે મોડાસાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ગેસ સિલિન્ડર ધડાકાભેર બ્લાસ્ટ થતા ઘરમાં રહેલા ઇલેક્ટ્રિક ઉપકરણો અને ઘરવખરી બળીને ખાખ થઇ ગયા હતા ધડાકાભેર ગેસ સિલિન્ડરબ્લાસ્ટ થતા ગ્રામજનો ઘર બહાર દોડી આવ્યા હતા આગને કારણે આસપાસના રહીશો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. દરમ્યાન સ્થાનિકોએ આ અંગે મોડાસા ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે મોડાસા રૂરલ પોલીસે જાણવાજોગ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથધરી હોવાનું પોલીસસુત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.