મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાની ગીરીમાળાઓમાં રહસ્યમય આગ લાગ લાગવાની ઘટનાઓ થંભી છે ત્યારે મોડાસા શહેરના શામળાજી રોડ પર આવેલા ગણેશપુરા (હજીરા) વિસ્તારમાં આવેલી સિમલા હોટલ સામે ઝાડી-ઝાંખરામાં આગ લાગતાં ભારે અફડાતફડી મચી હતી જોતજોતામાં આગના લબકારા અને ધુમાડાના ગોટેગોટા નીકળતા રોડ પરથી પસાર થતા વાહનવ્યવહાર થંભી ગયો હતો. આગની ઘટનાના પગલે ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો હાથધર્યા હતા.

મોડાસાના શામળાજી રોડ પર આવેલા ગણેશપુરા (હજીરા) વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટ્રક ગેરેજની દુકાનો અને દ્રિ ચક્રીય વાહનોના શો-રૂમ આવેલા છે સિમલા હોટલ સામેના ઝાડી-ઝાંખરામાં અગમ્ય કારણોસર આગ લાગતાં અને પવનની ગતિએ આગ પ્રસરતા આગનું રૌદ્ર સ્વરૂપ અને ધુમાડામાં ગોટેગોટા નીકળતા સમગ્ર વિસ્તારમાં આગ પ્રસરતી જોઈ ફફડાટ ફેલાયો હતો. રોડની નજીક લાગેલી આગના પગલે થોડો સમય અહીંથી પસાર થતો વાહનવ્યવહાર અટકી પડ્યો હતો. આગની ઘટનાના પગલે મોડાસા નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કવાયત હાથધરી હતી.