મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા : પર્યાવરણ ની જાણવણી એ આપણા સૌ નું કર્તવ્ય છે , આપણી આસપાસ નું પર્યાવરણ શુધ્ધ રાખવું એ આપણા માટે જરૂરી છે. વનસ્પિત આપણી ગણી બધી જરૂરિયાતો પૂરી કરે  છે. જેમકે છાયડો, ફળ, ફૂલ, ઔષધ,વરસાદ લાવવામાં મદદ અને ખાસ તો ઓકસીજન પૂરો પાડે છે ત્યારે આવું જ કઈંક કામ કર્યું છે એચ.આઈ.ટાઢા મદની હાયર સેકન્ડરી સ્કૂલના બાયોલોજીના શિક્ષક મહંમદ હનીફભાઈ દાદુએ “ એક પેડ મેરા ભી” ના સૂત્ર દ્વારા તેમને પોતાનાથી જ આ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનની લોકોએ સરાહના કરવાની સાથે ખુબ સહયોગ પણ આપી રહ્યા છે. 

પર્યાવરણ પ્રેમી શીક્ષક મોં.હનીફ દાદુએ “ એક પેડ મેરા ભી” અભિયાન અંતર્ગત તેમના પરિચીત અને આજુબાજુના લોકો તેમજ વિદ્યાર્થીઓને વૃક્ષા રોપણ કરવા અને વૃક્ષોની જાળવણી કરવા માર્ગદર્શન આપી રહ્યા છે અને પોત-પોતાના ઘરે અને ધંધા રોજગારના સ્થળે એક વૃક્ષનું અવશ્ય વૃક્ષા રોપણ કરે અને આજુબાજુમાં આવેલા વૃક્ષોનું માવજત કરતા હોય તેવી સેલ્ફી લઇ મોકલી આપવા જણાવી રહ્યા છે. જે લોકો વૃક્ષા રોપણ અને વૃક્ષની જાળવણી કરતા ફોટો મોકલે તેમના ફોટોને વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી તેમની કામગીરી અંગે લોકોને માહીતગાર કરવાની સાથે અન્ય લોકોને પણ આ અભિયાનમાં જોડાવવા માટે અપીલ કરે છે.જેના થકી ભવિષ્યમાં પર્યાવરણમાં ઑક્સિજનની કમીને પણ પુરી કરી શકાય અને વાતાવરણને શુદ્ધ પણ રાખી શકાય આ અભિયાનમાં ઉર્દૂ શાળાના મહિલા શીક્ષક ફાતિમાબેન ભૂરા, રેહનાબેન પહોંચીયા દાદુ ,સામાજીક અગ્રણી સલીમભાઈ પટેલ મદની શાળાના મેથ્સના શિક્ષક કુંદનસિંહ સોલંકી પણ તેમના આ અભિયાન માં જોડાયા છે.આ અભિયાન ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે .