મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા: અરવલ્લીમાં કોરોનાનો વ્યાય ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળતા કોરોનાનો કુલ આંક ૩૦૦થી વધુને પાર કરી ચુક્યો છે. ત્યારે આવા સમયે કોરોનાના દર્દીઓના સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ આર્શીવાદ સમાન નિવડી છે તેમા ત્યાં તબીબો અને પાયાના કામ કરતા એમ્બ્યુલનસ ડ્રાઇવર અને સફાઇ કર્મીઓની મહેનતને શ્રેય જાય છે. 

મોડાસાની કોવિડ હોસ્પિટલના આવા જ એક કર્મચારી અરવિંદભાઇ ધોબી જે એમ્બ્યુલન્સના ચાલક છે. જેઓ પણ કોરોનાના સંક્રમણમાં આવતા હોસ્પિટલમાં સારવાર અર્થે રખાયા અને મજબૂત મનોબળથી કોરોનાને મ્હાત આપી ફરથી નોકરી ચાલુ કરવાની હિંમત દાખવી છે. 

પપ વર્ષિય અરવિંદભાઇ છેલ્લા ૧૫ વર્ષથી સાર્વજનિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. જેમાં ઘણા જરૂરીયાતમંદ ગરીબ દર્દીઓને ઘર સુધી પંહોચાડવાની સેવા કરી છે. પરંતુ છેલ્લા માર્ચ મહિનાથી કોરોનાની શરૂઆત થઇ તો દિવસ-રાત જોયા વગર કોરોનાના દર્દીઓને ઘરેથી હોસ્પિટલ સુધી લાવવાની તેમજ દર્દીઓના સેમપ્લ પંહોચાડવાની કામગીરી કરી છે. 

આ અંગે વાત કરતા ડૉ. યજ્ઞેશ નાયક જણાવે છેકે કોરોના શરૂઆતના તબક્કામાં જયારે કોરોનાના સેમપ્લ લેવામાં આવતા તેને અમદાવાદ અને ગાંધીનગર પંહોચાડવાનું કામ અરવિંદભાઇ દ્વારા કરવામાં આવતુ હતું. ત્યારબાદ હિંમતનગર સીવિલ હોસ્પિટલમાં સેમપ્લ આપવામાં આવતા હતા, જયાં અત્યાર સુધી ૭૦૦૦થી વધુ સેમપ્લ  પંહોચાડી કોરાનાના દર્દીઓને ઝડપી સારવાર મળે તે માટે કાર્યરત રહ્યા, આ ઉપરાંત કોરોનાના દર્દીઓને હોસ્પિટલ સુધી લાવવાનું અગત્યની કામગીરી સાથે જોડાયા પરંતુ એ સમયગાળા દરમિયાન અરવિંદભાઇ પોતે પણ કોરોનાના સંક્રમણમાં આવી ગયાને સારવાર અર્થે લવાયા તેમના મજબૂત મનોબળથી કોરોનાને મ્હાત આપી ફરી દર્દીઓની સારવારમાં લાગી જવાની હિંમત બતાવી છે જે ખરેખર પ્રશંસનીય છે. અહર્નિશ સેવારત આવા નાના કર્મચારીઓની સાચા અર્થમાં કોરોના વોરીયર છે.