મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: કોરોના સંક્રમણના કહેર વચ્ચે ગુજરાતમાં ઉત્તરાયણ પર્વનો ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે મોડાસા શહેરની કોવીડ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ અને હોસ્પીટલ સ્ટાફે આકાશે કોરોના પેચ લગાવ્યા હતા અરવલ્લી જીલ્લાની બંને કોવીડ-૧૯ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની ખડેપગે સેવા કરતા કોરોના વોરિયર્સ દર્દીઓને હૂંફ આપી રિયલ હીરો સાબીત થઈ રહ્યા છે ઉત્તરાયણ પર્વમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ પીપીઈ કીટ પહેરી હોસ્પિટલના ધાબે ચઢી રંગ-બેરંગી પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી.

ગુજરાતીઓમાં ઉત્તરાયણ પર્વનું વિશેષ મહત્વ છે કોરોના સંક્રમણમાં લોકોનો હર્ષોલ્લાસ યથાવત રહ્યો હતો ત્યારે મોડાસા કોવીડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓઓ ઉત્તરાયણ પર્વથી વંચીત ન રહે તે માટે હોસ્પિટલના નોડલ ઓફિસર ર્ડો.યજ્ઞેશ નાયક, સુપ્રિટેન્ડેન્ટ રાકેશ પટેલ અને ફાયર સેફટી ઓફિસર જયેશ રાવલ સહીત સ્ટાફે દર્દીઓ માટે પતંગ-દોરી સાથે પહોંચી પીપીઈ કીટ પહેરેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે ધાબે ચઢી પતંગ ઉડાડી ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરતા કોરોનાગ્રસ્ત દર્દીઓ સાથે ખુશીયોના પતંગ ઉડાડ્યા હતા અને આકાશે કોરોનાનો પેચ કાપ્યો હતો કોવીડના દર્દીઓએ આ ઉત્તરાયણ જીવનની યાદગાર ઉત્તરાયણ બની રહેશે અને કોવીડ હોસ્પીટલનો સ્ટાફ સ્નેહીજનોની હૂંફ આપવામાં આવતી હોવાની સાથે  કોવીડ હૉસ્પિટલમાં દર્દીની ખુબ જ સારસંભાળ રાખવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા પણ ખૂબ જ સરસ રાખવામાં આવે છે.