મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લીમાં કોરોના ધીમી અને મક્કમ ગતીથી પોતાની ભયાવહ જાળ પ્રસરાવી રહ્યો છે. જિલ્લામાં હોટસ્પોટ બનેલા મોડાસા શહેરમાં અત્યાર સુધી ૨૪ લોકો લોકો કોરોનામાં સપડાયા હતા. જેમાંથી ૩૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું. મંગળવારે મોડાસાના અર્બન હેલ્થ સેન્ટરમાં ટીબી ટેકનીશીયન તરીકે ફરજ બજાવતી અને ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતી 
૨૪ વર્ષીય ફૈઝ ઇપ્રોલીયા નામની આરોગ્ય કર્મી યુવતી કોરોનાગ્રસ્ત બનતાં ચકચાર મચી હતી. લેબ ટેકનીશીયન યુવતીને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દેવામાં આવી હતી કોરોનાગ્રસ્ત યુવતી ફૈઝ ઇપ્રોલીયાએ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ કરી કોરોના અંગે તકેદારી રાખવા જણાવ્યું હતું.

કોરોનાનું નામ પડતાની સાથે જ ભલભલા ફફડી ઉઠતા હોય છે કોરોનાની મહામારીમાં લોકોની માનસિક સ્થિતિ બગડી ચુકી છે અનેક લોકો માનસિક સંતુલન ગુમાવી ચુક્યા છે તયારે કોરોના ગ્રસ્ત યુવતી ફૈઝ ઇપ્રોલીયાએ કોવીડ હોસ્પિટલમાં થી સોશ્યલ વિડીયો વાયરલ કરી જણાવ્યું હતું કે, ૧૪ માસના બાળકને ઘરે મૂકી દેશ માટે કોરોના વોરિયર્સ તરીકે અર્બન હેલ્થ સેન્ટર મોડાસામાં ફરજ બજાવતી હતી. કોરોનાથી ગભરાવાની જરૂર નથી પરંતુ ઘરમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જાળવો તેમજ એક થાળીમાં જમવાનું બંધ કરો અને ઘરે રહો સુરક્ષિત રહોનું જણાવ્યું હતું. કોરોનાથી ગભરાવની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરુરી હોવાનું અને  કોરોનાને માનસિક રીતે સ્વસ્થ રહી હરાવી શકાય છે અને હાલ હું પણ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.