જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): દેશમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ગુજરાત સહીત સમગ્ર દેશમાં કોમી એખલાસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આજે દેશમાં સેક્યુરલીઝ્મ અને હિન્દુત્વના મુદે જ્યારે રાજકીય પક્ષોમાં હુંસાતુંસી જોવા મળી રહી છે. તેવા માહોલ વચ્ચે હિંદુ મુસ્લિમ કોમી એકતાના દર્શન કરાવતા અનેક કિસ્સાઓ જોવા મળતા હોય છે. તો ધર્મના નામે હલકી રાજનીતિ કરનારા નેતાઓને પણ બોધપાઠ લેવો પડે તેવી અનેક ઘટનાઓ જોવા મળી રહી છે. ત્યારે મોડાસાના અંતિમધામમાં એક મુસ્લિમ વૃદ્ધ બિરાદર અબ્દુલ રહેમાન ચાચા કોરોનાગ્રસ્ત મૃતકોને લાકડા પુરા પાડવાની જવાબદારી નિભાવી રહ્યા છે.

અરવલ્લી ના મોડાસામાં કોરોના વાયરસ થી થયેલ મૃત્યુ ની અંતિમક્રિયા નગર ના સ્મશાન ગૃહ માં કરવામાં આવે છે. મહત્વ ની વાત એ છે કે આ સ્મશાન ગૃહ ની જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ એક મુસ્લિમ ચાચા નિભાવી રહ્યા છે . જેઓ કોરોના જેવી પરિસ્થિતિમાં રાત્રે દિવસે ગમે ત્યારે આવી અંતિમક્રિયા માટે લાકડા પુરા પાડી અગ્નિદાહ અપાય ત્યાં સુધી હાજર રહે છે ..


 

 

 

 

 

છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમય થી કોરોના ની મહામારી એ દુનિયાને હચમચાવી મુકી છે. કોરોના એ અસંખ્ય લોકોનો ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય દર્દીઓ  આ મહામારીમાં ના કાળ નો કોળીયો બન્યા છે . આવા કપરા સમયે જિલ્લાના મોડાસામાં આવેલ સ્મશાન ગૃહમાં અબ્દુલ રહેમાન ચાચા અવિરત સેવા આપી રહ્યા છે. છેલ્લા ૧૦ વર્ષ થી  અબ્દુલ રહેમાન ચાચા આ સ્મશાન ગૃહમાં જાળવણી તેમજ લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે . કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીઓ ના સગાઓ જ્યારે પણ ચાચા ને બોલાવે ત્યારે ૭૧ વર્ષની ઉમંરે પણ દિવસ કે રાત જોયા વિના સ્મશાન માં હાજર થઇ લાક્ડા તેમજ અંતિમક્રિયામાં જોઇતી અન્ય વસ્તુઓ પુરી પાડે છે.

કોરોનાની મહામારી અને તેમાં પણ આ બિમારી માં મૃત્યુ પામેલા  વ્યક્તિઓ ની અંતિમક્રિયા હાજર રહેવુ તે  ચાચા માટે તો અઘરૂં છે જ સાથે સાથે  પરિવારજનો માટે પણ ચીંતાનો વિષય બની જાય છે.  જોકે તેમના પરિવારજનો એ તેમને હંમશા પ્રોત્સાહન જ આપ્યુ છે. હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ રમઝાન માસ ચાલી રહ્યો છે પરંતુ રોઝો રાખી ને પણ અબ્દુલ રહેમાન ચાચા તેમનું કર્તવ્ય નિભવી રહ્યા છે.

કેટલીક વખત કોરોનાની બિમારીથી ગભરાઇ ને ,મૃતકોના સ્વજનો પણ સ્મશાનમાં આવવાનું ટાળે છે ત્યારે આવા સમયે અબ્દુલ રહેમાન ચાચાએ જાતે અંતિમક્રિયા કરી મોત નો મલાજો જાળવ્યો છે.