મેરાન્યૂઝ નેટવર્ક. મોડાસા:  મોડાસા શહેર તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોરે મેઘરાજાની એંટ્રી પછી સાંબેલાધાર વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. મોડાસા તાલુકાના ભવાનીપુરા કંપામાં જાણે આભ ફાટ્યું હોય તેમ ૪૫ મિનિટ્સમાં ૫ ઇંચ થી વધુ વરસાદ પડતા આખું ગામ કપરી હાલતમાં મુકાઈ ગયું હતું મોડાસા શહેરમાં પ્રિમોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો હતો. મોડાસા બસ સ્ટેન્ડ પાછળ ઘૂંટણ સમા પાણી ભરાતા દર્દીઓ અને તબીબો સહીત શહેરીજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. 
         
અરવલ્લી પંથકમાં ચોમાસા સીઝનની મોશમ શરૂ થઇ ગઇ છે ત્યારે મોડાસા તાલુકા ના ભાવણીપુર ગામમાં મંગળવાર ની સાંજે 45 મિનિટમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગામ જળબમ્બાકાર ની સ્થિતિમાં મુકાઈ ગયું હતું.,ખેતરોમાં પાણી ભરાતા લાખો રૂપિયાનું સોયાબીન સહિતના બિયારણ બગડતા ખેડૂતોને મુશ્કેલી મુકાયા ગયા છે. ખેતરમાં ઘૂંટણ સમા પાણી ભરાતા મગફળી સહિતના વાવેતર પર પાણી ફળી વળતા ખેતરો જળબંબાકાર થયાની તસવીરો સામે આવતા સમગ્ર ઘટના પ્રકાશ માં આવી હતી. ચોમાસા સીઝનમાં સારા પાકની ઉપજ માટે આશા સેવી ને બેઠેલા ખેડૂતો ને પડતા પર પાંડુ જેવો ઘાટ સર્જયો હતો,પ્રથમ વરસાદ માં જ આભ ફાટતા ભારે નુકશાન થયું હતું.  ખેડૂતોએ ૭૦૦ વીઘા જમીનમાં કરેલા વાવેતર ધોવાઈ જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. 

Advertisement


 

 

 

 

 

ભવાનીપુરા કંપાના ખેડૂતો ૧૧૦૦ વીઘા આવેલો છે છેલ્લા બે દિવસ દરમિયાન ખેડૂતોએ કંપામાં 400 વીઘામાં સોયાબીન , 200 વીઘામાં મગફળી અને 100 વીઘા જમીનમાં અડદ ડાંગર સહિતના પાકોનું વાવેતર કર્યું હતું . ત્યારે વાવેતર બાદ ગઈ કાલે એકા એક માત્ર બે કિલોમીટરના વિસ્તારમાં આભ ફાટતા ધોધમાર વરસાદ વરશ્યો હતો જેના વિડીયો પણ આજે સામે આવ્યા હતા. કંપાના ખેડૂતો દ્વારા મુકવામાં આવેલા વરસાદ માપણી મીટરમાં 45 મિનિટમાં 4 થી 5 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેને પગલે સમગ્ર કંપાના ખેતરો જળબંબાકાર બન્યા હતા 1100 વીઘા જમીન વિસ્તાર બેટમાં  હતો. જેના પગલે ખેડૂતોએ 700 વીઘા જમીનમાં કરેલું વાવેતર સંપૂર્ણ ધોવાઈ જતા ખેડૂતોને લાખ્ખો રૂપિયાનું નુકશાન થયું છે. હાલ પાણી ઓસરી ગયા છે અને વાવેતર સંપૂર્ણ ધોવાઈ ગયું છે અને આગામી 10 દિવસ સુધી ખેતરમાં જવાય તેવી પરી સ્થિતિ હાલ જોવા મળતી નથી. જેથી ખેડૂતો પરેશાન બન્યા છે અને તંત્ર દ્વારા યોગ્ય સર્વે કરી સહાય ચૂકવાય તેવી માંગ કરી રહયા છે. 

સમગ્ર મામલે જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરતા જણાવ્યું હતું કે મોડાસા તાલુકામાં ગઈ કાલે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પરંતુ આ વિસ્તારમાં પડેલા વરસાદની માહિતી આપણા માધ્યમથી જાણવા મળ્યું છે. જેથી વિસ્તરણ અધિકારીને મોકલી તાપસ કરાવી જરૂરી કાર્યવાહી કરીશું તેવો સરકારી જવાબ આપ્યો હતો.