જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ટાઉન પોલીસ અને ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન અંગે ફક્ત દેખાડા પૂરતી બની રહેતા શહેરના માર્ગો પર આડેધડ પાર્કિંગ કરેલ વાહનો, લારીઓ અને ફેરિયાઓએ અડિંગો જમાવી દીધો છે. મોડાસાના નિર્માણ થઇ રહેલ અત્યાધુનિક આઇકોનિક બસ સ્ટેન્ડ નજીક ટાઉન પોલીસે ટ્રાફિક સમસ્યા નિવારવા બસ સ્ટેન્ડ થી કડીયાવાડા રોડ પર જતા રોડ પર બેરિકેડ ગોઠવી દેતા સામેના રોડ પર લારી-ફેરિયાઓને છૂટોદોર મળી જતા અડધા રોડ પર અડિંગો જમાવી દેતા ભારે ટ્રાફિક સર્જાય છે. ૧૦૦ મીટર દૂર આવેલી પોલીસ ચોકીમાં ફરજ બજાવત પોલીસકર્મીઓ અને ટીઆરબી જવાનો સમગ્ર તમાશો જોઈ રહે છે. 

Advertisement


 

 

 

 

 

મોડાસા ટાઉન પોલીસે બસ સ્ટેન્ડ સામે કડિયાવાડા રોડ પર જવાના માર્ગ પર બેરિકેડ લગાવી દેતા કડીયાવાડા રોડ પર આવેલી ૫ નામાંકિત હોસ્પિટલ અને ૮ થી વધુ ક્લિનિક પર સારવાર અર્થે આવનાર દર્દીઓને લિઓ પોલીસ ચોકી સુધી લાંબા થવું પડતુ હોવાથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો ઇમરજન્સી દર્દીઓને સારવાર માટે લઇને પહોંચતી એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો બેરિકેડ લગાવેલ હોવાથી ચક્કર કાપી હોસ્પિટલ પહોંચતા હોવાથી દર્દીઓને જીવ જોખમાઈ રહ્યા છે. બસ સ્ટેન્ડ નજીક મોડાસા થી ધનસુરા તરફ જતી એસટી બસ અને ખાનગી વાહનો રોડ વચ્ચે ઉભા રહેતા આખો દિવસ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે. બસ સ્ટેન્ડ થી કડિયાવાડા જતા કટ પર બેરિકેડ લગાવી દેતા લારી-ફેરિયા વાળાઓ અડધા રોડ પર અડિંગો જમાવી દેતા વાહનચાલકો અને રાહદારીઓ તોબા પોકારી ઉઠ્યા છે. ટ્રાફિક સમસ્યા નિવારવા લગાવેલ બેરિકેડ તાત્કાલિક અસર થી દૂર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે. 

બસ સ્ટેન્ડ થી કાડિયાવાડા રોડ જવાના કટ પર બેરિકેડ લગાવી દેતા  કડિયાવાડા રોડ પર સારવાર લેવા આવતા દર્દીઓ અને તે વિસ્તારમાં રહેતા લોકોને બસ સ્ટેન્ડ જવું હોય તો છેક મોડાસા હાઈસ્કૂલ સુધી ચક્કર કાપવું પડતું હોવાથી વાહન ચાલકો રોંગ સાઈડ વાહન હંકારી બસ સ્ટેન્ડ પહોંચતા હોવાથી સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો હોવાની સાથે રોન્ગ સાઈડ વાહનો પસાર થતા ટ્રાફિક સમસ્યા વધી રહી છે.