મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: ગુજરાત ભરમાં બંધ ને મિશ્રા પ્રતિસાદ મળ્યો હતો. અમદાવાદ બગોદરા હાઇવે પર ટાયરો સળગાવીને રોડ બ્લોક કરવામાં આવ્યો . વડોદરા માં પોલીસ કમિશનર પોતે બાઈક પર પેટ્રોલિંગ કરવા નીકળ્યા હતા. સુરતના મસ્જિદ વિસ્તારમાં તણાવગ્રસ્ત માહોલ વચ્ચે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રાજકોટ અને અમદાવાદમાં બંધના એલાનની કોઇ અસર નહીં.

CAA અને NRC ના વિરોધમાં  રાષ્ટ્રીય બહુજન ક્રાંતિ મોરચા સહીત વિવિધ રાષ્ટ્રવ્યાપી સંગઠનો દ્વારા અપાયેલ ભારત બંધના એલાનને અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી, દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ સમાજના ધંધાર્થીઓએ પોતપોતાના ધંધા રોજગાર બંધ  રાખી વિરોધમાં જોડાયા હતા. ધી ઘાંચી હાઈસ્કૂલ સામેના મેદાનમાં દિવસભર ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટીએ CAA અને NRC મામલે ગૃહમંત્રી અમિત શાહે એક ઇંચ પણ સરકાર પીછેહટ નહિ કરે ના નિવેદન સામે હુંકાર કરી એક સેન્ટિમીટર પણ પીછેહટ નહિ કરે નો હુંકાર કરી આગામી દિવસોમાં કાયદો રદ નહિ થાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન યથાવત રહેશેનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો. પોલીસતંત્ર એ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં મુસ્લિમ સમાજ સિવાયના તમામ ધંધા રોજગાર ખુલ્લા રહેતા બંધને આંશિક સફળતા મળી હતી. 

બુધવારે CAA ના સર્મથનમાં અપાયેલ બંધને અરવલ્લી મુસ્લિમ કો-ઓર્ડિનેશન કમિટી, મોડાસા દ્વારા સમર્થન કરવામાં આવતા મોડાસા શહેરમાં આવેલી તમામ લઘુમતી  સમાજની દુકાનો બંધ રહી હતી. મખદૂમ ચોકડી, કોલેજ રોડ ,માર્કેટયાર્ડ વિસ્તાર,સહીત લઘુમતી વિસ્તારમાં જનતા કર્ફ્યુ અને સજ્જડ બંધ જોવા મળ્યો હતો. મોડાસા શહેરની કોલેજ પાછળ આવેલી ધી ઘાંચી હાઈસ્કૂલના મેદાનમાં ધરણા યોજ્યા હતા. ધરણા પ્રદર્શનમાં ત્રિરંગા અને વિરોધ પ્રદર્શન કરતા બેનર જોવા મળ્યા હતા. દેશના કેટલાક ભાગમાં જ્યારે હિંસક આંદોલન થઈ રહ્યા છે ત્યારે મોડાસા શહેરમાં મુસ્લીમ સમાજે શાંતીપૂર્ણ બંધ પાળીને સમગ્ર દેશના મુસ્લીમ સમાજને ઉદાહરણ પુરુ પાડ્યું હતું.