મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજ્યમાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે આજે સમગ્ર દેશમાં લોકડાઉનનો ૧૩ માં દિવસ છે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર જીલ્લાવાસીઓને જરૂરિયાત ચીજ વસ્તુઓની તંગી ના સર્જાય તેની પુરેપુરી તકેદારી રાખી રહી છે મોડાસા શહેરમાં આવેલ વિવિધ બેંકના એટીએમમાં ગ્રાહકોને રોકડ મળી રહે છે કે નહિ તે માટે વહીવટી તંત્રના અધિકારીઓએ મુલાકાત લીધી હતી જેમાં કેટલાક એટીએમ મશીન બંધ અને રૂપિયા વિહોણા જોવા મળતા જે તે બેંકના અધિકારીઓને સૂચના આપી એટીએમ મશીન તાત્કાલિક કાર્યરત કરવામાં આવેની સૂચના આપી હતી મોડાસા શહેર સહીત જીલ્લામાં આવેલ એટીએમ મશીનોને દરરોજ સૅનેટાઇઝ કરવામાં આવે તે ખુબ જરૂરી બન્યું છે કેશ લેવા જનાર ગ્રાહક કોરોના લઈ ઘરે આવે તો નવાઈ નહિ...?

મોડાસા શહેરમાં નોટબંધી પછી એટીએમ મશીનોને લૂણો લાગ્યો હોય તેમ અનેકવાર કેશ ન હોવાની અને એટીએમ મશીન બંધ રાખવામાં આવતા હોવાની અનેક બૂમો સમયાંતરે ઉઠી રહી છે લોકડાઉનની સ્થિતિમાં લોકોને રૂપિયાની તંગી ન સર્જાય અને આસાનીથી રૂપિયા મળી રહે તે માટે મામતલદાર અરુણદાન ગઢવી, નાયબ મામલતદાર શર્મા અને તેમની ટીમે મોડાસા શહેરમાં આવેલા તમામ એટીએમ મશીનની મુલાકાત લીધી હતી જેમાં ૮ જેટલા વિવિધ બેંકના એટીએમ મશીન બંધ હાલતમાં અને કેશ વિહોણા જોવા મળતા જે તે બેંકના અધિકારીઓને સૂચના આપી તમામ એટીએમ મશીનો કાર્યરત કરવા અને કેશ વિહોણા એટીએમ મશીનોમાં કેશ ભરવા તાકીદ કરી હતી અને બંધ એટીએમ મશીન વહીવટી તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં શરુ કરાવવામાં આવ્યા હતા વહીવટી તંત્રની તપાસમાં અનેક એટીએમ મશીનો બંધ અને કેશ વિહોણા હોવાથી એટીએમ મશીનોમાં ચાલતી લાલીયાવાડી બહાર આવી હતી.  

       મોડાસા શહેરમાં આવેલ વિવિધ બેંકના એટીએમ ખરાખરીના સમયમાં જ ખોટકાઈ જતા હોવાની બૂમો ઉઠતી રહે છે  પરંતુ જવાબદાર બેંક અધિકારીઓના બહેરા કાને બૂમો સંભળાતી ન હોવાની ઘટનાઓ સામાન્ય બની હતી ત્યારે વહીવટી તંત્રએ એટીએમ મશીનની મુલાકાત લેતા બેંકના અધિકારીઓ અને કર્મચારીઓમાં દોડધામ મચી હતી.