મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રોગચાળાના સંક્રમણના સંકટ વચ્ચે સરકારે શેરી ગરબાના આયોજનને મંજૂરી આપી છે ત્યારે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લો નવલી નવરાત્રીના રંગે રંગાયો છે. મોડાસા તાલુકાના આનંદપુરા કંપામાં છઠ્ઠા નોરતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવતા અબાલ, વૃદ્ધ સૌ કોઈએ માતાજીની સમૂહ આરતી ઉતારી આરાધના કરી હતી. સમૂહ આરતીનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.