મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક અને મોરારી બાપુ વચ્ચેના વિખવાદ મામલામાં પબુભાએ મોરારી બાપુને મોરારી બહાર નિકળ એવી રીતે તુકારો કરી કહેતા મોરારી બાપુના ઘણા સમર્થકો નારાજ થયા હતા. જોકે મારવા લે અને તુકારો કરે તે બાબત ખુદ ભાજપને પણ ગમી ન હતી અને તુરંત ભાજપના પ્રવક્તાથી માંડીને ખુદ મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ નિવેદન આપી આ ઘટનાને વખોડી હતી. આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ગુજરાતના કેટલાક સાધુ-સંતો મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી અને આ મામલે ચર્ચા કરી હતી.

તેમણે આ મામલે સાધુ-સંતોના રક્ષણ માટે કાયદો બને તેવ રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ આ મામલામાં મધ્યસ્થી કરતાં સાધુ સંતો સાથે મુલાકાત કરી હતી અને ચર્ચામાં પણ જોડાયા હતા. તેમણે આ મામલે એવું પણ કહ્યું કે પબુભા માણેક આ મામલે મોરારીબાપુના નિવાસ સ્થાને પહોંચી માફી માગે તેવા પ્રયાસ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સંતોએ માંગણી કરી છે કે પબુભાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.

શું હતો મામલો

મોરારીબાપુએ કુષ્ણ અને બલરામ અંગે કરેલી ટીપ્પણી બાદ ખાસ કરી આહિર સમાજ નારાજ થયો હતો અને મામલે વિવાદ વધતા મોરારીબાપુએ વિવાદનને ઠારવા દ્વારકામાં જઈ દ્વારકાધીશ અને લોકોની માફી માંગવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે બાપુ દ્વારકા ગયા હતા જયા બાપુ હતા તે રૂમમાં પબુભા માણેક ધસી આવ્યા હતા જાણે તેઓ બાપુ ઉપર હુમલો કરવાના હોય પણ જો કે ત્યાં હાજર સાંસદ પુનમ માડમ અને અન્ય લોકોએ પભુબાને રોકી લીધા હતા પણ ત્યારે તેમણે બાપુ સાથે દુર વ્યવહાર કર્યો હતો આ મામલના પડધા સમગ્ર ગુજરાતમાં પડયા છે,જો કે બાપુએ હું માફી માંગનાર અને આપનારનું છે તેવું કહી વિવાદ અટકાવવાનો પ્રયાસ કર્યો છે.

પણ આ મામલે હવે મોરારીબાપુના સમર્થકોમાં આક્રોશ છે તેમની માગણી છે કે પબુભા સામે ગુનો નોંધાય અને તેઓ તલગાજરડા આવી બાપુની માફી માંગે જેના અનુલક્ષમાં મહુવામાં બંધ પાળવામાં આવ્યો હતો અને રેલી નિકળી હતી,જો કે આ મામલો આગળ વધે નહીં તે દિશામાં પ્રયાસ કરવા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પ્રવકતા ભરત પંડયા મહુવા અને તલગાજરડા પહોંચ્યા હતા.