મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ લોકસભાની ચૂંટણીને ગણતરી કલાકો બાકી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીઓના નેતાઓ પણ મનફાવે તેમ લવારી કરી રહ્યા છે, કોંગ્રેસના બનાસકાંઠાના લોકસભા બેઠકના ઉમેદવાર પરથી ભટોળના ચૂંટણી પ્રચાર દરમિયાન ધાનેરાના કોંગ્રેસના ધારાસભ્ય નાથાભાઈ પટેલે ધાખા ગામની કોંગ્રેસની સભામાં બફાટ કરતા જણાવ્યું હતું કે, બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો પણ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો ત્યારે લોકોની કિંમત માત્ર બે રૂપિયા અને પોટલી ની ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઇ ભટોળ આજે ધાનેરા વિસ્તારમાં પ્રચાર-પ્રસાર અર્થે ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરા ધારાસભ્ય નાથાભાઈ પટેલના ગામ ધાખામાં જાહેરસભા યોજાઈ હતી. જેમાં ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે બફાટ કરતા જણાવ્યું હતું કે, બે રૂપિયા કે પોટલી જોઈતી હોય તો લઇ લેજો પણ વોટ તો કોંગ્રેસ ને જ આપજો ધાનેરા ના ધારાસભાએ લોકોના વોટની કિંમત માત્ર બે રૂપિયા અને પોટલી જ ગણતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

મતદારોને સંબોધતા અતિઉત્સાહમાં આવી ગયેલા નાથાભાઈ પટેલે મતદારોને જણાવ્યું હતું કે જે આપણે છેતરે તેને છેતરવો જોઈએ આતો રાજકારણ છે.