મેરાન્યૂઝ નેટર્વક. ગાંઘીનગરઃ ગાંઘીનગરમાં ધારાસભ્યો માટે નવા ક્વાટર્સ બનાવવા માટેની યોજના કરકાર કરી રહી છે. ગાંઘીનગરમાં સેક્ટર 17માં નવા MLA ક્વાટર્સ બનાવવામાં આવશે તેવી જાણકારી માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ આપી હતી. જોકે નવા MLA ક્વાટર્સની અત્યારે હાલ કેટલી જરુર છે તે અગત્યનો પ્રશ્ન છે. ગાંધીનગરના સેક્ટર 17માં 9 માળના 12 ટાવર બનાવવામાં આવશે. અંદાજીત 140 કરોડના ખર્ચે ધારાસભ્યો માટેના નવા ક્વાટર્સ તૈયાર કરવામાં આવશે.

Advertisement


 

 

 

 

 

 

મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે આગામી 28 ફેબ્રુઆરી, 2022ના દિવસે નવા MLA ક્વાટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે. 140 કરોડના ખર્ચે અધ્યતન સુવિધા વાળા આ નવા MLA ક્વાટર્સ તૈયાર કરવામાં આવશે. 28 હજાર ચોરસ મીટરમાં આ નવા MLA ક્વાટર્સ તૈયાર કરવામાં આવશે. જેમાં એક ક્વાટર્સ 210 વાર બિલ્ડ અપ એરીયામાં તૈયાર કરવામાં આવશે. 

 

મળતી માહિતી મુજબ નવા બનતા ક્વાટર્સમાં ધારાસભ્યોની સુવિધાઓનુ ખાસ ઘ્યાન રાખવામાં આવશે. નવા ક્વાટર્સ આઘુનીક સુવિધાઓથી સજ્જ હશે. નવા MLA ક્વાટર્સમાં 4 બેડરુમ, એક રિડીંગ રુમ, હોલ, કીચન, ડાઈનીંગ રુમ તેમજ કારના ડ્રાઈવર માટેની પણ સુવિધા આપવામાં આવશે. તેની સાથે સાથે ધારાસભ્યોને જે ક્વાટર્સ આપવામાં આવશે ત્યા બે ગાર્ડન, ઓડિટોરીયમ હેલ્થ ક્લબ, કેન્ટીન, વોકીંગ ટ્રેક અને બાળકો માટે પ્લે ગ્રોઉન્ડની પણ સુવિધા આપવામાં આવશે.