મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મિર્ઝાપુર વેબ સીરીઝનો લોકો બીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા જે 22 ઓક્ટોબરે રાત્રે એમેઝોન પ્રાઈમ વીડિયો પર આવતા જ લોકો તૂટી પડ્યા હતા. જેને લઈને કમેન્ટ્સની સોશિયલ મીડિયા પર ધડાધડ વર્ષા થઈ ગઈ હતી. મિર્ઝાપુર 2ને લોકોએ પસંદ પણ કરી જોકે મિર્ઝાપુરની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લાના સાંસદ અનુપ્રિયા પટેલે વેબ સીરીઝ મિર્ઝાપુરને હિંસક ગણાવતા તેની સામે તપાસની માગ કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ટેગ કરીને સીરીઝની તપાસની માગ કરી છે.

અનુપ્રિયા પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, માનનીય વડાપ્રધાન @narendramodiજી અને માનનીય મુખ્યમંત્રી મુખ્યમંત્રી @myogiadityanathજીના નેતૃત્વમાં મિર્ઝાપુર વિકાસના પંથે છે, તે સમરસતાનું કેન્દ્ર છે. મિર્ઝાપુર નામની વેબ સિરીઝ દ્વારા આ વિસ્તારને હિંસક દેખાડીને બદનામ કરવામાં આવી રહ્યો છે. આ સીરીઝના માધ્યમથી જાતિય વૈયમનસ્ય ફેલાવવામાં આવી રહ્યું છે.

આ સીરીઝના માધ્યમથી મિર્જાપુરને બદનામ કરવામાં આવી રહ્યું છે. તથા જાતિય વૈમનસ્ય ફેલાવામાં આવી રહ્યુ છે. અનુપ્રિયા પટેલે કહ્યુ છે કે, મિર્જાપુરના સાંસદ હોવાના નાતે અમે આ સીરીઝની તપાસ અને તેના પર કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છીએ.