મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નાગરિકતાને લઈને ઉઠી રહેલા સવાલો પર ગૃહમંત્રાલયએ મંગળવારે તેમને નોટિસ આપી છે. મંત્રાલયે ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ પર તેમને 15 દિવસમાં જવાબ માગ્યો છે. સ્વામી ઘણા સમયથી આરોપ લગાવી રહ્યા છે કે રાહુલ બ્રિટિશ નાગરિક છે. આ મુદ્દા પર ભાજપાએ રાહુલ ગાંધીને હિમમાનવની જેમ મેન ઓફ મિસ્ટ્રી કહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે સરકાર આ મુદ્દા પર પાંચ વર્ષથી કેમ ચુપ હતી. રાહુલ ગાંધી જન્મથી જ ભારતના નાગરિક છે.

નાગરિક્તા મામલામાં ડાયરેક્ટર બીસી જોશીએ નોટિસમાં રાહુલને કહ્યું, મંત્રાલયના ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી તરફથી ફરિયાદ મળી છે કે આપ યૂકેમાં રજિસ્ટર્ડ બેન્કઓપ્સ લિમિટેડ નામની કંપનીના નિર્દેશક અને સચિવ પદ પર રહ્યા છો. ફરિયાદમાં એવું પણ કહેવાયું છે કે કંપનીના 10 ઓક્ટોબર 2005થી 31 ઓક્ટોબર 2006 સુધી વાર્ષિક રિટર્નમાં આપની રાષ્ટ્રીયતા બ્રિટિશ અને જન્મતિથિ 19 જુન 1970 છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, રાહુલ ગાંધીની નાગરિક્તા, કપંની અને તેમની વિદેશ યાત્રાઓ તમામ શંકા ઉપજાવનાર છે. સવાલ છે કે રાહુલ ગાંધી લંડન વાળા છે કે લૂટિયન વાળા છે. રાહુલ ગાંધી કન્ફ્યૂઝનના પર્યાય છે. તે હિમમાનવની જેમ મેન ઓફ દ મિસ્રટ્રી બની ચુક્યા છે. તેમણે કહેવું જોઈએ કે તે કઈ કઈ કંપીઓના સીઈઓ છે અને તેમના પગમાર્ક ક્યાં કયાં જઈ રહ્યા છે.

આ મુદ્દા પર કેટલાક દિવસ પહેલા અમેઠીના સાંસદે પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેમનું નામાંકન રદ્દ કરવાની માગ કરી હતી.. જોકે બાદમાં તપાસમાં રાહુલ ગાંધીનું નોમીનેશન યોગ્ય હોવાનું બહાર આવ્યું હતું.