મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસ-રાત વધી રહ્યું છે કોરોના પોઝેટીવ દર્દીઓની સંખ્યા ૨૫૦ ને પાર કરી ચુકી છે મોડાસા શહેરમાં વધુ ત્રણ કોરોના પોઝેટીવ કેસ સાથે જીલ્લામાં કોરોનાનો આંક ૨૫૬ પર પહોંચ્યો છે. અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે ૩૦ જૂને અરવલ્લી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજય મંત્રી રમણલાલ પાટકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી તેના થોડા દિવસો બાદ મંત્રી કોરોનામાં સપડાતા બેઠકમાં ઉપસ્થીત અરવલ્લી જીલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ફફડાટ ફેલાયો છે. હાલ તો જીલ્લા પ્રશાસન તંત્રને કોરન્ટાઈન થવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે બીજેપીના અગ્રણીઓ અને કાર્યકરો અને મુલાકાતીઓ સાથે પણ સંવાદ કર્યો હોવાથી ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્રએ બેઠકમાં ઉપસ્થિત અને મંત્રીના સંપર્કમાં આવેલા લોકોની યાદી મેળવવા અને કોરન્ટાઈન કરવા કામગીરી હાથધરી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી મંત્રી રમણલાલ પાટકર મોડાસા બેઠક બાદ કૉરોના સંક્રમિત થતા મોડાસામાંથી તો ચેપ નહિ લાગ્યો હોય ને જેવા સવાલ પેદા થઇ રહ્યા છે. 

૩૦ જૂને જીલ્લા કલેક્ટર કચેરી સભાખંડમાં જિલ્લા પ્રભારી તથા આદિજાતિ અને વન રાજય મંત્રી રમણલાલ પાટકરની ઉપસ્થિતિમાં યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પરમાર, ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા, અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ, જિલ્લા્ વિકાસ અધિકારી, ડૉ.અનિલ ધામેલીયા, અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાયોજના અધિકારી મુનિયા, જીલ્લા પંચાયત સદશ્યો બીજેપી જીલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, અન્ય સંલગ્ન કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા બેઠક પૂર્ણ કર્યા બાદ બીજેપી પક્ષના કેટલાક અગ્રણીઓ અને કાર્યકરો સાથે પણ મુલાકાત કરી હતી મંત્રી રમણલાલ પાટકરની બેઠકના થોડા દિવસો પછી તબિયત લથડતાં કોરોનાનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝેટીવ આવતા મંત્રીને સારવાર અર્થે અમદાવાદ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાના સમાચાર વહેતા થતાની સાથે બેઠકમાં ઉપસ્થિત રહેલા અધિકારીઓ અને પદાધિકારીઓમાં અને મુલાકાત કરનાર તમામ લોકોમાં  ફફડાટ ફેલાયો છે. હાલ આરોગ્ય તંત્રએ બેઠકમાં ઉપસ્થિત રહેલા અને સંપર્કમા આવેલા અધિકારીઓ અને પદાધિકારીઓ અને લોકોની યાદી મેળવવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી.