મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લાના મેઘરજ નગરમાં બે દિવસ અગાઉ તાલુકા પંચાયત લોકોર્પણ કાર્યક્રમમાં વન અને આદિજાતી વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના હસ્તે કરેલ વૃક્ષારોપણના છોડવાઓ બે દિવસમાં બકરા ચરી જતા પર્યાવરણ પ્રેમીઓ માં ભારે રોષ ફેલાયો છે.

મેઘરજમાં ર.૪૦ લાખના ખર્ચે નવીન બનેલ તાલુકા પંચાયત ભવનનુ બે દિવસ અગાઉ વન અને આદિજાતિ વિભાગના મંત્રી અને અરવલ્લી જીલ્લા પ્રભારી રમણલાલ પાટકર અને ઉપસ્થિત મહેમાનો અને હોદ્દેદારોના વરદ હસ્તે નવીન તાલુકા પંચાયતના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ જે વૃક્ષારોપણના બેદિવસમાં મંત્રી અને મહેમાનોના હસ્તે વાવેલ છોડવાઓને બકરા ખાઇ જતા તાલુકા પંચાયતની સુરક્ષામાં છીંડા જોવા મળ્યા હતા અને વાવેલ વૃક્ષો બકરા ખાઈ જતા વૃક્ષપ્રેમી અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે.