મેરાન્યૂઝ નેટવર્ક.ઉનાઃ ઇણાજ ખાતે પ્રવાસન અને મત્સ્યદ્યોગ મંત્રી જવાહર ચાવડાના અધ્યક્ષસ્થાને જિલ્લા વહીવટીતંત્ર સાથે કોવિડ-૧૯ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકાર આરોગ્યક્ષેત્રે સંવેદનશીલતા સાથે પ્રયત્નશીલ છે તેવું મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેકટર અજયપ્રકાશે જિલ્લામાં કોવીડ-૧૯ અંતર્ગત થતી કામગીરીથી મંત્રીને વાકેફ કર્યા હતા.

આ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે, ઓક્સિજન અને રેમડેસિવીર ઈન્જેક્શન સહિતના ઉપલબ્ધ સંસાધનોના સુનિયોજીત ઉપયોગ દ્વારા શહેર-જિલ્લાના નાગરિકોને સમયસર સારવાર ઉપલબ્ધ થાય ઉપરાંત સિવિલ હોસ્પિટલ અને કોવીડ કેર સેન્ટરમાં સારવાર હેઠળના દર્દીઓને ઉપયુક્ત સારવાર મળે તે માટે કામગીરીને વધુ વેગવાન બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, કોરોનાનું સંક્રમણ અટકાવવાં રાજ્ય સરકાર આરોગ્યક્ષેત્રે સંવેદનશીલતા સાથે પ્રયત્નશીલ છે અને લોકોને કોરોનામુક્ત રાખવા તેમજ સારવાર ઉપલબ્ધ કરવાં પ્રમાણિક પ્રયાસો કરી રહી છે.


 

 

 

 

 

આરોગ્ય અધિકારી ભાયાએ કોવિડ-૧૯ ના સંક્રમણને અટકાવવાં અને દર્દીઓની સારવાર સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતાં. શહેર પ્રશાસન અને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કોરોના વાયરસ સંક્રમણને નિયંત્રણમાં લાવવા અને લેવામાં આવી રહેલા પગલા, ડોર-ટુ-ડોર સર્વેલન્સ, ટેસ્ટીંગ, રેમડેસિવિર ઈન્જેક્શન અને ઓક્સિજનની ફાળવણીની વ્યવસ્થા સહિતની કામગીરીની વિગતો આપી હતી.

ત્યારે ઉનાના માજી ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, મામલતદાર નિનામા, સાંસદ રાજેશ ચુડાસમા, મિતેશ શાહ, ઉના સિવિલના ડો. જાદવ, ડો. મિશ્રાબ તેમજ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ સિવિલ હોસ્પિટલની મુલાકાતે ઉપસ્થિત રહ્યા હતા.

(અહેવાલ-તસવીરો ધર્મેશ જેઠવા, ઉના, તરફથી સહાભાર)