મેરાન્યૂઝ નેટવર્ક.પાટણઃ એક પેરાશુટ નેતા બીજા પેરાશૂટ નેતાની જીત માટે પ્રચારમાં ગયા અને રૂપિયા વહેંચ્યા તેવી બાબત સામે આવી છે. બાબત એવી છે કે અલ્પેશ ઠાકોર ભાજપના રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં પોતાના જ વીડિયો વાયરલ થવાને કારણે રહ્યા છે પરંતુ આ વખતે પક્ષ પલ્ટો કરીને ભાજપમાં જઈ મંત્રી બનેલા જવાહર ચાવડાને કારણે તેઓ અને મંત્રી પોતે બંને વિવાદમાં આવી ગયા છે. એક વીડિયો પાટણનો વાયરલ થયો છે. જેમાં મંત્રી રૂપિયા વહેંચતા દેખાયા છે.

બાબત એવી છે કે પાટણમાં સાંતલપુર ખાતેના વૌવા ગામે અલ્પેશ ઠાકોરના પ્રચારમાં જવાહર ચાવડા પણ ગયા હતા. આ દરમિયાન તેમણે એક બાળકીના હાથમાં રૂપિયા આપ્યા હતા. રાધનપુરના ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરની હાજરીમાં જ જવાહર ચાવડાએ રૂપિયા વહેંચતો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ બન્યો છે જેને કારણે વિવાદ સર્જાયો છે. વિપક્ષ સહિત ઘણાઓએ આ વીડિયોને લઈને વિવિધ વાંધા ઉઠાવ્યા છે. રૂપિયાની વહેંચણી જાહેર થતાં બેઠક કે જ્યાં ચૂંટણી થવાની છે ત્યાં પણ રાજકારણ ગરમાયું છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રચાર પડઘમ શાંત થવાના છે ત્યાં મંત્રીની આ હરકતે વિપક્ષને હચમચાવી મુક્યો છે. તેમના પર લાલચ આપીને વોટ માંગવાના આક્ષેપો થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ મેરાન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.