મેરાન્યૂઝ નેટવર્ક.તલોદઃ સાબરકાંઠા જિલ્લામાં આવેલા તલોદ તાલુકાના અહમદપુરા પાસે વરસાદી માહોલને પગલે હવાના પ્રેશરને કારણે એક ચક્રવાત ઊભું થયું હતું. આ મીની ચક્રવાતને જોઈ લોકોમાં અહીં કુતુહલ સર્જાયું હતું. લોકો તેને જોઈ વીડિયો ઉતારવા લાગ્યા હતા. આ ઉપરાંત વાદળો સાથે બનેલા આ ચક્રવાતને પગલે વાદળો પણ ઘણા નીચે દેખાયા હતા. ઉલ્લેખનીય છે કે હાલમાં વાવાઝોડાની આગાહીને પગલે આવા ચક્રવાત અન્ય સ્થળોએ પણ જોવા મળે તો નવાઈ નહીં. જુઓ વીડિયો