મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર - કચ્છનાં વિવિધ શહેરોમાં ભૂકંપનાં હળવા આંચકાઓ આવી રહ્યા છે. જો કે તેની તીવ્રતા ખૂબ ઓછી હોવાથી હજુ સુધી ક્યાંય કોઈ નુકસાન થયું નથી. આજે રાજકોટ શહેરમાં પણ બપોરનાં સમયે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. જેમાં ખાસ મોટામૌવાની બહુમાળી ઇમારતોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. જોકે સદનસીબે કોઈ નુકસાન કે જાનહાની થઈ નથી..

ગાંધીનગર સિસમોલોજી વિભાગના જણાવ્યા મુજબ રાજકોટમાં બપોરે 1:25 કલાકે 2.0ની તીવ્રતાનો એક ભૂકંપનો આંચકો નોંધાયો છે. જેમાં શહેરની ભાગોળે મોટામવા વિસ્તારના બહુમાળી મકાનોમાં રહેતા લોકોને હળવી ધ્રુજારી અનુભવાઇ છે. આ સિવાય અન્ય કોઈ નુકસાનીના અહેવાલો નથી. અને ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ રાજકોટથી લગભગ 27 કિલોમીટર ઉત્તરપુર્વ દીશામાં નોંધાયુ છે.